બનાસકાંઠામાં સર્વશિક્ષા અભિયાનની પૂર ગ્રાન્ટ અંતર્ગત સ્કૂલ રીપેરીંગના નામે ગેરરીતિની ચર્ચા

 
બનાસકાંઠા જીલ્લામાં સને ર૦૧૭-૧૮ દરમ્યાન  આવેલ ફ્લડ અંતર્ગત સ્કુલ રીપેરીંગ કામોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવેલ જે રકમનો વાસ્તવિક સ્થળ ઉપર કેટલો ઉપયોગ થયો તે ચર્ચાસ્પદ બનવા પામેલ છે. જીલ્લામાં સ્કુલ રીપેરીંગના નામે કરોડો ખર્ચાયા છતાં શાળાઓની સ્થતિ નાજુક હોવાનું બહાર આવેલ. કામોમાં કરોડોની ગ્રાન્ટ અટવાઈ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે.  બનાસકાંઠા જીલ્લાના દીઓદર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સર્વશિક્ષા અભિયાન યોજના અંતર્ગત વર્ષ ર૦૧૭-૧૮ માં ફલડ અંતર્ગત મેજર સ્કુલ રીપેરીંગ અને રેટ્રોફીટીંગના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાયેલ જેમાં ભારે ધુપ્પલબાજી ચાલી હોવાનું સંભળાય છે. 
દીઓદર તાલુકામાં અનેક શાળાઓમાં સર્વે મુજબની રકમના બદલે. મનફાવે તેમ રકમ ચુકવાયેલ હોવાનું સભળાયેલ છે. મંજુર કરતાં ઓછા ચુકવવાનું કે વધુ ચુકવવાનું કયા નિયમોને આધિન થવા પામેલ હશે ? 
રાજ્યકક્ષાના એન્જીનીયરો દ્વારા ગામે ગામ શાળાઓની મુલાકાત લઈ સર્વે કરી માપ લઈ તે પ્રમાણે એસ્ટીમેન્ટ બનાવવામાં આવેલ છતાં તેની જગ્યાએ કેટલાક અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોએ સેટીંગ કરી જાણે કે મનફાવે તેમ કામો કરી એસ્ટીમેન્ટના છેદ ઉડાડી શાળાઓમાં રીપેરીંગ બતાવી રકમો ચુકવાયેલ હોવાનું ચર્ચાસ્પદ બનાવા પામેલ છે. શું એન્જીનીયરો દ્વારા ખોટું સર્વે કરાયું હશે ? કે તેમાં ફેરફાર કરવાની જરૂરત પડી કે પછી કોઈ શાળામાં આચાર્ય ખોટું ચલાવી લેતા નહીં હોઈ ચલાવવા વાળાને ત્યાં કામ વધુ કરવામાં આવ્યું..? જેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામેલ છે. એજન્સીઓએ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ લઈ ટી.આર.પી.ના આશીર્વાદ મેળવી કહેવાય છે કે કામો બે ત્રણ વાયા ...વાયા પેટા કોન્ટ્રાક્ટરોના હવાલે કામ કરી હલકી કક્ષાના કામો કરી ભારે ગેરરીતીઓ આચરી હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.