ફક્ત એક ઝાડ ન કાપવાની શરતે એક બિઝનેસમેને ખર્ચ કરી નાખ્યા 2 કરોડ

70 વર્ષ પહેલા સ્કૂલમાં લીમડાના જે ઝાડ નીચે બેસીને ભણ્યા, તે ઝાડ ન કાપવાની શરત પર હરિપ્રસાદ બુધિયાએ બે કરોડ રૂપિયા ખર્ચીને સ્કૂલનું બે માળનું નવું ભવન બનાવડાવી દીધું. હરિપ્રસાદનો કોલકાતામાં બિઝનેસ છે. લગભગ 70 વર્ષ પહેલા તેઓ રતનનગરના રાજકીય આદર્શ ઉમાવિના વિદ્યાર્થી હતા.
 
ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ રતનનગર આવ્યા હતા, ત્યારે સ્કૂલ ભવનને જર્જરિત હાલતમાં જોઇને તેમને ખૂબ દુઃખ થયું. ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ નવી સ્કૂલનું ભવન બનાવીને આપશે. શરત ફક્ત એટલી હતી કે સ્કૂલમાં આવેલું લીમડાનું ઝાડ કોઇપણ પરિસ્થિતિમાં કાપવામાં નહીં આવે. અહીંયા જે પણ નિર્માણ થશે, તે આ ઝાડને સુરક્ષિત રાખીને જ થશે. કારણ એ જણાવ્યું કે આ ઝાડ તેમના વિદ્યાર્થીજીવન સાથે જોડાયેલી સૌથી મોટી યાદ છે, જે હંમેશાં સ્મૃતિમાં રહે છે.
 
આ જ ઝાડ નીચે બેસીને હરિપ્રસાદ ભણ્યા હતા. શરત પ્રમાણે જ કામ થયું અને સ્કૂલનું બે માળનું બિલ્ડીંગ બન્યું. સ્કૂલમાં 10 ધોરણ, બે મોટા હોલ, ફર્નિચર સહિત તમામ સુવિધાઓ છે. હરિપ્રસાદ બુધિયાએ કહ્યું કે શિક્ષણમાં ખર્ચ કરવાથી મને શાંતિ મળે છે. મારો ઉદ્દેશ છે કે શિક્ષણને પ્રોત્સાહન આપવું. પોતાના ગામની સ્કૂલમાં દીકરા-દીકરીઓને સારી સુવિધાઓ મળી જાય તો તસલ્લી રહે છે. પિતાની યાદમાં બનાવેલી કન્યાશાળામાં રમતના મેદાનની હંમેશાં અછત વર્તાતી હતી. મારાથી રહેવાયું નહીં, એટલે જમીન આપીને બધું કામ કરાવડાવ્યું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.