થરામાં વરસાદી પાણીના વહેણ માર્ગોની સફાઈ નહી થતાં લોકોમાં ભયનો માહોલ ઃ વરસાદ થાય તો અનેક વિસ્તાર ડુબમાં જવાની ભીતિ

થરા  : રાજ્ય સરકાર દ્વારા ચોમાસાના આગમન પૂર્વે સચિવો, કલેક્ટરો, ડી.ડી.ઓ પોલીસવડાઓની બેઠક કરી ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલીકા સુધીના વહીવટતંત્રને પોતાના વિસ્તારમાં ચોમાસુ એક્શન પ્લાન બનાવી અગમચેતીના પગલારૂપ તમામ કાર્યવાહી ૧પ મી જુન સુધી પુરી કરવાની હોય છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા નગર પાલીકા તંત્ર બીજી જુલાઈ - ર૦૧૯ સુધી ઘોરનિંદ્રામાં પોઢ્યું હોય તેવું લાગ્યુ. થરા પાલીકા વિસ્તારમાં વરસાદી પાણીના વહેણના માર્ગોની હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી. તો જુના ભયજનક મકાનો, દિવાલો, વૃક્ષો, હોલ્ડીગો, ઉંચા છાપરાં કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ બાબતે પાલીકા તંત્રમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, કાગળ પર એક્શન પ્લાન દર વર્ષની જેમ બનાવીને મુક્યો છે. બાકી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. થરા પાલીકાના ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીની બદલી થતાં રાધનપુર પાલીકાના ચીફ ઓફીસર રૂડાભાઈ રબારીને ચાર્જ અપાયાનું જાણવા મળે છે. પાલીકાના સેનીટેશન ઈન્સ.ચૌધરીને પુછતાં તેમને જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી. તમે અમને જાગૃત કર્યા તો હવે કામગીરી ચાલુ કરશું હું એકલા  છું કેટલી જગ્યાએ જાઉં. સર્વીસ રોડના ફુટપાથ ગટરો ગંદકી એઠવાડ કચરાથી પુરેપુરી ભરાઈ ગઈ છે. જેની સામે લોકોનો આક્રોશ પણ છે. પરંતુ આ ગટરોની સફાઈની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરીટીની આવે છે. તેમને જાણ કરવા છતાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ ગટરની બરાબર સફાઈ થતી નથી. જેના કારણે માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે ને વરસાદના સામાન્ય ઝાપટામાં આ ગંદુ પાણી ગટરમાંથી બેક મારી રોડ પર પથરાય છે. પાલીકા વિસ્તારમાં થરા પ્રાથમિક શાળા નં.ર, તેરવાડીયાવાસ, વાઘરીવાસ, રબારીવાસ, આંબેડકરવાસ, મુનેચાવાસ, સહીતના કેટલાક વિસ્તારો ભારે વરસાદથી ડુબમાં જાય તેવી પુરી શક્યતા છે. આ વિસ્તારના વરસાદી પાણીના વહેણના મુખ્યમાર્ગની સફાઈ થઈ નથી. તેમજ વિકાસકામોના નામે પાલીકાએ જે આડેધડ બાંધકામ કર્યા છે જે આ વિસ્તાર માટે ખતરારૂપ સાબીત થશે હું એકલો હોવાથી બધી જગ્યા પહોચી વળતો નથી. રોડના ગરનાળાની આગળ બાવળના ઝુંડ - માટીના ઢગલા હટાવવા પ્રયત્ન કરીશ. બાંધકામો થયાં છે. જુના મકાનોના માલીકોને નોટીસ આપીશું પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ બાબત સાચી છે. જુલાઈ - ર૦૧૭ નું વરસાદી પુર તાંડવ આજે લોકોને ધ્રુજાવે છે. ત્યારે પાલીકાની આ રેઢીયાળ નીતિ સામે ચુંટાયેલ કોર્પોરેટરો કેમ ચુપ છે ?? અત્યાર સુધી કાયમી ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીની ગત સપ્તાહે જ બદલી થઈ તો તે પહેલા તેમને કોઈ કામગીરી કેમ  ના કરી ?? ઈન્ચાર્જ ચીફ ઓફસર ચોમાસુ એક્શન પ્લાનના અમલ પાછળ આજ સુધીમાં શું કાર્યવાહી થઈને વાઉચર પર કેટલાનો ખર્ચ થયો તેની તપાસ કરશે ?? આજે ત્રીજી જુલાઈથી સાતમી જુલાઈ - ર૦૧૯  સુધી ભારે થી અતિભારે વરસાદની આગામી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે ત્યારે કાંકરેજ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ થાય તો થરા પાલીકા વિસ્તારના થરા પ્રાથમિક શાળા નં.ર, તેરવાડીયાવાસ, વાઘરીવાસ, રબારીવાસ, આંબેડકરવાસ, મુનેચાવાસ, ભÂક્તનગર, વિતરાગ, નવકાર સોસાયટીઓ તથા કૃષ્ણ ગૌશાળા, ચોર્યાસી વિસ્તાર, થરા સરકારી રેફરલ, હોÂસ્પટલ, થરા પ્રાથમિક શાળા નં.૧ અને આજુબાજુનો કેટલો વિસ્તાર ડુબમાં જાય અને લોકોના માલસામાનને મોટું નુક્શાન થાય તેવી પુરી શક્યતા જાવા મળતી હોવા છતાં થરા પાલીકાની ઘોરનિંદ્રા ઉડતી નથી ત્યારે ડીસા પ્રાંત અધિકારી, જીલ્લા કલેક્ટરશ્રી પાલીકા તંત્રને જાગૃત કરશે ? વરસાદી પાણીના નિકાલના માર્ગો, ગટરોની સફાઈ થશે. ???
લોકોમાંથી ભયનો માહોલ દુર કરવા ડીસા પ્રાંત અધિકારી થરા પાલીકામાં ચાલતા રેઢીયાળ વહીવટની તપાસ કરી ભારેથી અતિભારે વરસાદ થાયને કોઈ જાનમાલને મોટું નુક્શાન થાય તે પહેલા પાલીકા - નેશનલ હાઈવે ઓથોરીટી વાળાને સાથે રાખી વરસાદી પાણીના વહેણના માર્ગોની અને ફુટપાથ ગટરોની સફાઈ ઝુંબેશ હાથ ધરાવશે ખરૂ ?

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.