હિંમતનગરમાં મહિલાના ગળામાંથી દોરાની લૂંટ કરનાર ચેન સ્નેચર ઝડપાયો

 
 
 
હિંમતનગર
હિંમતનગરમાં પ્લસર બાઈક પર આવેલા સ્નેચરોએ મહિલાના ગળા પર હાથ મારી રૂ.૩૦ હજારની મત્તાના દોઢ તોલા વજનનો સોનાના દોરાની લૂંટ ચલાવી બંને ચેન સ્નેચરો ભાગી છૂટ્યા હતા. હિંમતનગરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લૂંટનો મામલો દર્જ થયા બાદ પોલીસે સીસી ટીવી ફૂટેજ આધારે પલ્સર બાઈક નં.જીજે.ર૭ સીએચ.ર૧૦૯ લૂટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ હોવાનું ખૂલતા બાઈકના માલિકની અમદાવાદ આરી. ટી.ઓ. માફતે તપાસ કરવાતા ઈકબાલખાન અબ્દુમજીદ પઠાણ (રહે. બી.૯૯ ઈમદાદનગર સોસાયટી, સૈયદવાડી વટવા, અમદાવાદ) સામેલ હોવાનું જાણવા મળતા પોલીસે તેના ઘરે તપાસ કરી હતી. પરંતુ તે ન મળી આવતા એ ડીવીઝન પોલીસે વટવા આપી પોલીસ યાદી આપી હતી. જેમાં ચેન સ્નેચીંગની ઘટનામાં અંજામ આપનાર મહંમદ મોહસીન ઉર્ફે પીલા ઈસરાફીલ અંસારી (રહે.ર૪ અલસબા પાર્ક વટવા, અમદાવાદને ઓઢવ પોલીસે અટક કર્યો હોઈ એ ડીવીઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે મહંમદમોહસીન ઉર્ફે પીલા ઈસરાફીલ અંસારીની અટક કરી પૂછતાછ કરી હતી. એ ડીવીઝનના ઈન્ચાર્જથી પી. આઈ. એ.ડી. પરમારે જણાવ્યું હતું કે, ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ અમદાવાદ શહેર, ચિલોડા અને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચીંગ તેમજ ગેરકાયદેસર હથિયાર ખૂલવા પામ્યું હતું. તેમજ મહંમદમોહસીન અંસારી ત્રણ મહિલા પાસાની સજા પણ ભોગવી ચૂક્યો હોવાનું એ ડીવીઝન પોલીસના ધ્યાને આવતા પોલીસે ઝડપાયેલા શખ્સની વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.