જમીન રી-સર્વેના વાંધા નિકાલની નીતિ રીતિનો વિરોધ

 
 
 
                 રાજ્ય સરકાર દ્વારા જમીન માપણીની રી-સર્વેની કામગીરી સેટેલાઈટ મારફતે ખાનગી એજન્સીઓ ને કોન્ટ્રાક આપી કામગીરી હાથધરવામાં આવી હતી જેમાં જમીન માપણીમાં અનેક ગોટાળા બહાર આવતા ખેડૂતોમાં ભારે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે જમીન માપણીના રીસર્વે ની કામગીરીમાં આવેલા વાંધાના નિકાલ માટેની સરકારી નીતિ અને કર્મચારીઓ પર કરતા દબાણ ના વિરોધમાં અરવલ્લી જીલ્લાના લેન્ડ રેકર્ડસ વિભાગના કર્મચારીઓએ સરકાર સામે રણસીંગુ ફુક્યું છે ૧૭ ડિસેમ્બર થી કાળી પટ્ટી ધારણ કર્યા બાદ તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહિ આવેતો ૩૧ ડિસેમ્બરે રાજ્ય બહારના લેન્ડ રેકર્ડસના કર્મચારીઓ સામુહિક રજા પર અને ૧૬ જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે
ઘણા વરસો બાદ અરવલ્લી જીલ્લા સહીત રાજ્યમાં જમીનોનો રીસર્વે કરાવવામાં આવી છે આ રીસર્વેની કામગીરી સરકારે ખાનગી એજન્સી સોંપી હતી આ કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ છે પરંતુ આ કામગીરી સામે મોટા પ્રમાણમાં ખેડૂતો ની વાંધા અરજી આવી છે આ વાંધા અરજીઓનો નિકાલ કરવાની જવાબદારી લેન્ડ રેકર્ડસના કર્મચારીઓને સોંપી છે પરંતુ અશક્ય ગણાતા લક્ષાંક આપ્યા છે અને ૩૧ મી ડિસેમ્બરે તમામ વાંધા અરજીઓનો નિકાલ કરવાનું જણાવતા કર્મચારીમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે વાંધા અરજી નિકાલની પદ્ધતિ થી ખેડૂતની જમીનના વાંધાનો નિકાલ કરવા જતા આજુબાજુના ત્રણ-ચાર ખેડૂતોની સ્થિતિ બગડે તેમ હોવાથી ભવિષ્યમાં ખેડૂત-ખેડૂત વચ્ચે અને ખેડૂત-કર્મચારીઓ ચકમક ઝરવાની સાથે માથાકૂટ નું નિર્માણ થવાની સંભાવનાના પગલે અને કર્મચારીઓને અશક્ય લક્ષાંક પૂર્ણ કરવા નોટિસ વગેરેની ધમકી પણ અપાતી હોવાનું અરવલ્લી જીલ્લાના લેન્ડ રેકર્ડસ કર્મચારીઓએ જણાવ્યું હતું ખોટી રીતે કનડગત થતી હોવાથી આખરે સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડસે તેવું જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.