છાપી પોલીસે દારૂ, કાર સહિત કુલ રૂ. ૮૫૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

વડગામ તાલુકામાં દારૂની બંદી ને નાબૂદ કરવા પોલીસે કવાયત હાથ ધરતા છાપી પી.એસ.આઈ. પરિમલ દેસાઈ તેમજ પો.કો. ધીરેનભાઈ, નાનજીભાઈ સહિત નો સ્ટાફ ગુરૂવાર રાત્રે પેટ્રોલીગ કરી રહયા હતા. તે દરમિયાન મળેલ ખાનગી  બાતમી આધારે પીલુચા નજીક વોચ રાખતા એક કારને ઉભી રખાવી તલાશી લેતા કારમાંથી વિવિધ માર્કા ની દારૂની બોટલ નંગ ૯૩ ઝડપી પાડી બે ઈસમો ની અટકાયત કરી હતી.
 
પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના ને લઈ છાપી પોલીસ દ્રારા દારૂ ની બદી ને ડામવા સતત વોચ ગોઠવવા માં આવી રહી છે જે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે છાપી વિસ્તાર ના થલવાડા થી પીલુચા તરફ એક કાર દારૂ ભરી ને આવી રહી છે જેની વોચ રાખી સામે થઈ આવતી કારને ઉભી રખાવી તપાસ હાથ ધરતા કારની ડીકી માંથી વિવિધ બ્રાન્ડની દારૂ ની બોટલ કુલ નંગ ૯૩ કિંમત રૂ.૩૨૧૦૦નો મળી આવ્યો હતો. પોલીસે દાર,કાર મોબાઈલ મળી કુલ રૂ. ૮૫૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર મુસ્તુફા જમાલભાઈ સિપાહી તેમજ કાદર રસુલભાઈ સિપાઈ બન્ને રહે.ડાલવાણા તાલુકો વડગામની પ્રોહીબિશન એકટ મુજબ અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા રીઢો બુટલેગર મુસ્તુફા સામે છાપી પોલીસ મથકે કુલ ચાર પ્રોહીબિશન ના તેમજ એક ખૂનનો ગુનો નોંધાયેલ છે. જ્યારે વડગામ પોલીસ મથકે એક પ્રોહીબિશનનો ગુનો નોંધાયેલ હોવાનું છાપી પોલીસ મથકે થી જાણવા મળે છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.