ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા સાત માર્ચથી શરૂ થશે

 
 
 
અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ આજે બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. માર્ચ-૨૦૧૮ની પરીક્ષા તા.૧૨ માર્ચથી શરૂ થઇ હતી. એટલે કે, આ વખતે બોર્ડની પરીક્ષા પાંચ દિવસ વહેલા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે અત્યારસુધીમાં કુલ મળી, ૧૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાઇ ચૂકયા છે અને હજુ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની નોંધણીની કાર્યવાહી ચાલુ હોઇ આ આંકડો વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ગઇ વખતે ધોરણ-૧૨ સાયન્સમાં પ્રથમ વખત સેમેસ્ટર સીસ્ટમ વગર બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવનાર છે, તે નોંધનીય હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯ માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓના આગોતરા આયોજનને ધ્યાનમાં રાખી આજરોજ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સૌપ્રથમવાર ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા સેમેસ્ટર સીસ્ટમ વિના યોજાઇ હતી. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચ,૨૦૧૯ના રોજ પૂર્ણ થશે. સાયન્સની પરીક્ષા દરમ્યાન મહત્વના પેપરો વચ્ચે એક દિવસ રજા આપવાની પરંપરા બોર્ડ દ્વારા આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. સાયન્સમાં પ્રથમ વિજ્ઞાનના ત્રણ વિષયની પરીક્ષા લેવાશે અને છેલ્લુ પેપર અંગ્રેજી(પ્રથમ અને દ્વિતીય ભાષા)નું રાખવામાં આવ્યું છે. આ જ પ્રકારે ધોરણ-૧૦ની પરીક્ષા પણ તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૧૯મી માર્ચના રોજ પૂર્ણ થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.