02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે સાંજે નિધન :તેઓ લાંબા સમયથી બીમાર હતા

પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે સાંજે નિધન :તેઓ લાંબા સમયથી બીમાર હતા   16/08/2018

 પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે સાંજે નિધન ઃતેઓ લાંબા સમયથી બીમાર હતા
 
 
ભારતીય વન-ડે ક્રિકેટના પ્રથમ કપ્તાન અજીત વાડેકરનું 77 વર્ષની ઉંમરે નિધન
 
1971માં વાડેકરની કપ્તાની હેઠળ ભારતને વિદેશની ભૂમિ પર સૌ પ્રથમ જીત મળી હતી
 
             ભારતીય ક્રિકેટને મહત્વના સીમાચિહ્નો આપનારા પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે બુધવારે મોડી સાંજે નિધન થયું હતું. 
 
તેઓ લાંબા સમયથી બીમાર હતા. વાડેકરની વિદાયથી ભારતીય ક્રિકેટના એક યાદગાર યુગનો અસ્ત થયો ગણાશે. ગંભીર માંદગી સામે છેલ્લાં કેટલાંક સમયથી ઝઝૂમી રહેલાં ક્રિકેટર અને પૂર્વ કપ્તાન અજીત વાડેકર આખરે મૃત્યુની ગોદમાં પોઢી ગયા હતા. બુધવારે મોડી રાત્રે તેમણે પરિવારજનોની ઉપસ્થિતિમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 1941માં મુંબઈ ખાતે થયો હતો.
 
ભારતીય ક્રિકેટમાં વાડેકરનું પ્રદાન અપ્રતિમ ગણાય છે. 1971માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલ ટેસ્ટ ક્રિકેટમાં વાડેકરની કપ્તાની હેઠળ ભારતીય ટીમે ચાર વિકેટે જીત મેળવી હતી. અગાઉની બંને ટેસ્ટ ડ્રો ગઈ હોવાથી આ શ્રેણીમાં ભારતને પહેલી જ વાર વિદેશની ભૂમિ પર શ્રેણી વિજયનો સ્વાદ ચાખવા મળ્યો હતો. એ જ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તેની સૌ પ્રથમ કપ્તાની પણ વાડેકરને સોંપવામાં આવી હતી. 1966થી 1974 સુધી આંતરાષ્ટ્રિય ક્રિકેટ રમી ચૂકેલા વાડેકર મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઈનિંગને સ્થિરતા આપવા માટે જાણીતા હતા. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી તેઓ અગાઉ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સાથે અને બાદમાં બીસીસીઆઈ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા અને પસંદગી સમિતીના ચેરમેન પણ રહી ચૂક્યા હતા.

Tags :