આજથી ક્રિકેટના મહાકુંભ ‘વર્લ્ડ કપ’ની શરૂઆત થશે

લંડન : જેની ઉત્સુકતા પૂર્વક કરોડો ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા છે તે વર્લ્ડ કપ ૨૦૧૯ મહાસંગ્રામની આજથી રોમાંચક શરૂઆત થઇ રહી છે. વર્લ્ડ કપ ૨૦૧૯ના પ્રથમ દિવસે યજમાન ઇંગ્લેન્ડની દક્ષિણ આફ્રિકા સામે ટક્કર થનાર છે. ક્રિકેટ વર્લ્ડ કપનુ ઇંગ્લેન્ડમાં પાંચમી વખત આયોજન કરવામાં આવ્યુ છે. વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ આજે ઓવલ મેદાન ખાતે રમાશે. જ્યારે ફાઇનલ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે ૧૪મી જુલાઇના દિવસે રમાશે. તમામ મેચોને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. છેલ્લે વર્લ્ડ કપનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાએ તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે પણ તે ફેવરીટ ટીમ તરીકે છે. છેલ્લા વર્લ્ડ કપની ફાઇનલ મેચ બે યજમાન દેશ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ રમાઇ હતી. જેમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.