02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / એક તરફી પ્રેમીએ રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીને રોકીને પેટ-પીઠ-ગળા પર કર્યો ચપ્પાથી હુમલો, પોતાની જાત પર પણ કર્યો હુમલો

એક તરફી પ્રેમીએ રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીને રોકીને પેટ-પીઠ-ગળા પર કર્યો ચપ્પાથી હુમલો, પોતાની જાત પર પણ કર્યો હુમલો   21/09/2018

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સ્કૂલે જતી 13 વર્ષની છોકરી પર તેની બહેનપણીઓની સામે રોકીને ધારદાર ચપ્પાથી હુમલો કર્યો હતો. ઘટનાથી ડરેલી બહેનપણીઓ ભાગી ગઈ હતી. યુવક પણ છોકરી પર હુમલો કરીને ભાગી ગયો હતો. ત્યાંથી પસાર થતાં બે વિદ્યાર્થીઓએ ઘાયલ છોકરીને તેના ઘરે પહોંચાડી હતી. પરિવારજનો તેને ગંભીર સ્થિતિમાં પહેલાં સ્વાસ્થય કેન્દ્ર અને પછી જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટર્સની ટીમે તેનું બે કલાક સુધી ઓપરેશન કર્યું હતું. હજી પણ છોકરીની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. ઘટના પછી યુવકે પોતાની જાત ઉપર પણ હુમલો કર્યો હતો અને જાતે હોસ્પિટલ જઈને દાખલ થઈ ગયો હતો. પોલીસે આરોપીની સામે ફરિયાદ નોંધી લીધી છે.
 
ઘટના ખંડવા જિલ્લાના લલવાડા ગામની છે. બુધવારે સવારે ગામની 13 વર્ષની છોકરી તેની બહેનપણીઓ સાથે સ્કૂલ જવા નીકળી હતી. સવારે 10 વાગે કાકડ પાસે પહોંચી ત્યારે ત્યાં પ્રદીમ ઉર્ફે 19 વર્ષનો છોટુ પહેલેથી હાજર હતો. તેણે છોકરીને રોકીને તેના પર ધારદાર ચપ્પાથી 12 જેટલા ઘા માર્યા હતા. ઘટના પછીથી છોટુ પણ ત્યાંથી ભાગી ગયો હતો. ગભરાયેલી અન્ય છોકરીઓ સ્કૂલ તરફ ભાગી હતી અને તેમણે શિક્ષકની બધી વાત કરી હતી. બીજી બાજુ ત્યાંથી પસાર થતાં બે વિદ્યાર્થી ઘાયલ યુવતીને તેના ઘરે લઈ ગયા હતા. વિદ્યાર્થિનીના મામા અને પિતા પહેલાં તેને સ્વાસ્થય કેન્દ્ર લઈ ગયા હતા. લોહી વધારે વહી ગયું હોવાથી તેને જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યાં ડોક્ટર્સે તેની બે કલાક સુધી સર્જરી કરી હતી. હાલ તેની સ્થિતિ ગંભીર છે.ટીઆઈ કૈલાશે જણાવ્યું કે, આરોપીએ છોકરીને ચપ્પુ માર્યું હોવાનો ગુનો કબુલી લીધો છે. તેના વિરુદ્ધ વિવિધ કલમ સાથે ફરિયાદ નોંધી લેવામાં આવી છે.
 
ઘટનાના પાંચ કલાક પછી બપોરે 3 વાગે આરોપી છોટુએ પણ પોતાની જાતે પેટ પર ચપ્પાથી હુમલો કર્યો હતો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. આરોપીએ જણાવ્યું કે, તે વિદ્યાર્થિનીને ખૂબ પ્રેમ કરતો હતો અને તે બ્લેકમેલ કરતી હોવાથી તેના પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો. છોકરીને માર્યા પછી હું ભાગી ગયો હતો અને રસ્તામાં બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. તેથી મે મારા ઉપર જાતે જ હુમલો કરી દીધો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો.

Tags :