માલગઢના નિર્દોષ યુવકને પોલીસે વગર વાંકે ધોઈ નાંખ્યો ઃ પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત

ડીસા  :ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા યુવકને કોઈ કારણ વગર પોલીસે કથીત રીતે ઢોરમાર મારતા મામલો પોલીસ અધિક્ષકની કચેરી સુધી પહોંચી ગયો છે. માલગઢ ગામના ભમરાભાઈ રામાભાઈ પરમાર(માળી)એ જીલ્લા પોલીસ અધિક્ષકની રજુઆતમાં જણાવ્યું છે કે તેઓ ગત તા.ર૪ ઓક્ટોમ્બર સાંજે ગામની દુધ ડેરીમાં દુધ ભરાવી પરત ઘરે જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં નગીનભાઈ માળી નામના રીક્ષા ચાલકે પ્રવિણસીંગ ઠાકોર નામક રીક્ષા ચાલક ઉપર રીક્ષા નાખવાની કોશીશ કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ જે વખતે વચ્ચે પડી આ બંને જણને છોડાવ્યા બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા. જાકે રાત્રે ૯.૦૦ વાગ્યા બાદ પોલીસની ગાડીમાં ધશી આવેલા ચાર પોલીસ કર્મીઓએ અરજદારને ઘરબહાર લઈ જઈને ઢોર માર માર્યા બાદ ડીસા તાલુકા પોલીસ સ્ટેશને લાવી  ગોંધી રાખી બીજા દિવસે સાંજે ૪.૦૦ વાગે મામલતદાર કચેરી લઈ જઈ જામીન ઉપર મુક્ત કર્યો હતો. બાદમાં પોતે સારવાર અર્થે ડીસા સિવિલમાં દાખલ થયેલ હોવાનો દાવો કરતા અરજદાર ભમરાભાઈ પરમાર (માળી)એ પોતાને વગરવાંકે ઢોર માર મારનાર પોલીસ કર્મીઓ વિરૂધ્ધ પોલીસ મથકના સીસીટીવી કેમેરાના આધારે કડક શિક્ષાત્મક પગલા લેવા પોલીસ અધિક્ષક સમક્ષ અરજ ગુજારી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.