પાલનપુર કલેકટર કચેરીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત

 
સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીમાં અરજદારો કે મુલાકાતીઓને હવેથી  રજીસ્ટ્રેશન વગર પ્રવેશ મળશે નહીં. કલેકટર કચેરીમાં જવા માટે પ્રવેશદ્વાર પર રજીસ્ટ્રેશન કર્યા બાદ જ પ્રવેશ મળશે તેવી જિલ્લા કલેકટરે હુકમ કર્યો હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.
પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે તાજેતરમાં એક યુવકે જવનશીલ પ્રવાહી શરીર પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ જિલ્લા કલેકટર કચેરી હરકતમાં આવી ગઈ હતી. આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા કલેકટર કચેરીમાં પ્રવેશને કડક બનાવતા ફરજીયાત રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ આપવાનો હુકમ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા તકેદારીના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય બાદ હવે કલેકટર કચેરીએ જતા અરજદાર કે મુલાકાતીઓને પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર અને સમય તથા કોને મળવા જવું છે તેવી વિગતોનું રજીસ્ટ્રેશન પ્રવેશદ્વાર પર રહેલા હોમગાર્ડ જવાનો પાસે કરાવવાનું રહેશે. રજીસ્ટરમાં નોંધ કરાવ્યા બાદ જ કલેકટર કચરીમાં પ્રવેશ અપાશે. જોકે, સલામતીની દૃષ્ટિએ લેવાયેલા આ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.