ભિલોડા તાલુકાના ખલવાડ ગામના એક યુવાને તેના પિતાજી પસાર મોબાઈલ ફોન અને બાઇક માંગતા તેના પિતાએ આપવાની ના પાડતા યુવકે તેના ઘરમાં પોતાની જાતે પંખા પર લટકી જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે ભિલોડા પોલિસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેનો વિગત આપતા ભિલોડા પોલીસે સ્ટેશનના પીએસઓએ જણાવ્યું હતું કે ભિલોડા તાલુકાના ખલવાડ ગામના પીયુષભાઈ દિનેશભાઇ અસારી (ઉ.વ.૨૧) નાઓએ તેના પિતાજી દિનેશભાઇ અસારી પાસેથી મોબાઈલ ફોન અને બાઈક માગતા પિતા દિનેશભાઇએ આપવાનો ઈન્કાર કરતા યુવક પીયુષ શનિવારે તેના ઘરના અંદર જઈને પંખાના હુકમાં ચાદર વડે લટકીને તેનું જીવન ટૂંકાવી દિધુ હતું. વહેલી સવારે દિનેશભાઇએ ઘરમાં જોતા પિયુષ પોતાની જાતે પંખા પર લટકતો જોતા તે અંગે ભિલોડા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.