આણંદ અને કડીમાંથી રૂ.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ આરઆર સેલ અને કડી પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે આરોપીઓને ઝડપી લીધા છે. આણંદ નજીક ચિકોદરા ચોકડી પાસેથી આરઆર સેલે ટ્રકમાં લઇ જવાતો દારૂ જ્યારે કડી પોલીસે મેપ ગામના પાટિયા પાસે આવેલ બંધ ફેકટરીમાંથી રૂ. ૬૦ લાખથી વધુનો દારૂ ઝડપી લીધો હતો.

અમદાવાદ આરઆરસેલે ચિકોદરા ચોકડી પાસે ટ્રકમાંથી રૂ.ર૦.૭૧ લાખ, દેદરડા પાસેથી ૬.૭૯ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. વિદ્યાનગર પોલીસે જોળ કેનાલ પાસેથી રૂ.ર.ર૩ લાખ, કુંજરાવ અને રાસનોલ ગામે ખંભોળજ પોલીસે જુદાં જુદાં મકાનોમાંથી ર.ર૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદ આરઆરસેલની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રક વડોદરા એકસપ્રેસ વે પરથી સામરખા ચોકડી થઇને ખંભાત તરફ જવા નીકળી છે. ટ્રકને સફેદ કલરની એક કાર પાયલટિંગ કરી રહી છે.

આરઆરસેલની ટીમે સામરખા ચોકડી પરથી કાર અને ટ્રક આવતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ જોઇને બંને વાહનચાલકોએ વાહનો ચિકોદરા ચોકડી તરફ દોડાવી હતી. દરમિયાન ટ્રક ચિકોદરા ચોકડી નજીક જય જલારામ મોટર્સ પાસે ઉભી રહી હતી.

કાર પણ ટ્રક પાસે ઊભી રહી હતી. કારમાંથી એક શખ્સ ઊતરીને ટ્રક ચાલક સાથે વાતચીત કર્યા બાદ કારમાં બેસી ગયો હતો તે દરમિયાન પોલીસે ટ્રકને ઘેરી લીધી હતી. જયારે કારમાં બેઠેલા શખ્સોએ પોલીસને જોઇને કાર વડોદરા તરફ ભગાડી મૂકી હતી. પોલીસે ટ્રકમાં મકાઈ પૌઆનાં બોક્સ નીચે સંતાડેલો ૧૬,ર૪૮ નંગ બોટલ કિંમત રૂ.ર૦.૭૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસે મહાવીર સીસરામ જાટ (રહે. કાદમા તા. બાડઢા, હરિયાણા), સુનીલકુમાર મહિપાલ જાટ (રહે. કિતલાના, હરિયાણા) અને કૈલાસસિંગ દિલાવરસિંગ ભંડારી (રહે. પ્રયોશા સોસાયટી, સમારોડ વડોદરા)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી રૂ.૧પ૦૦નો મોબાઈલ તથા રૂ.૧૦ લાખની ટાટા ટ્રક પણ કબજે લીધી હતી.

દારૂનો જથ્થો યોગેશભાઈ રહે. ચરખી તા. દાદરીનાં શખ્સે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. યોગેશ તથા પાયલટિંગ કરનાર ભાગેડુ કારચાલક મળી પાંચ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કડી પોલીસે મેપ પાટીયા નજીક આવેલી બંધ કેમીકલ ફેક્ટરીમાંથી રૂપિયા ૬૧.૩૨ લાખની કિંમતનાં વિદેશી દારૂ સાથે બુડાસણનાં એક શખ્સને પકડી લીધો હતો.

એક કન્ટેનર, પીકઅપ ડાલા સાથે રૂપિયા ૮૪.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને ઝડપાયેલાં શખ્સની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂ ભાસરીયાનાં વિરસંગ ઠાકોરનો હોવાનું ખુલતાં પોલીસે વિરસંગ ઠાકોર સહિત અન્ય બે ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.