બેદરકારીથી ગયો વિદ્યાર્થિનીનો જીવ: કોઇએ રસ્તા વચ્ચે ફેંક્યો તેલવાળો કચરો, સ્કૂટી સ્લિપ થતાં પડી 2 યુવતીઓ, એકના માથે ટ્રક ફરી વળતાં મોત

પટિયાલાઃ તમારી એક નાની બેદરકારી કોઈની જિંદગી પર કેવી ભારે પડી શકે છે તેનું ઉદાહરણ મંગળવારે જોવા મળ્યું. નર્સિંગ કોલેજ આવી રહેલી બે બહેનપણીઓ પરમજીત કૌર અને પલવિંદર કૌર સવારે 8.10 વાગ્યે દુર્ઘટનાનો શિકાર બની. કોઈએ ખાવા-પીવાના સામાનનો થેલો રસ્તા પર ફેંક્યો હતો. થેલો ફાટી જતાં ગંદકી રસ્તા પર ફેલાઈ ગઈ. રસ્તો ચિકાશના કારણે લપસણો થઈ ગયો અને સ્કૂટી લપસી જતાં ચાલક પલવિંદર (19) ડાબી તરફ પડી અને પરમજીત (25) જમણી તરફ પડી. સામેથી આવી રહેલી ટ્રક પરમજીતના માથા પરથી પસાર થઈ ગઈ. જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું. પલવિંદર ગંભીર રીતે ઘાયલ થઈ.

લોકોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ મોડું થતું જોઈ લોકો જાતે જ બંનેને રાજિંદરા હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટર્સે પરમજીતને મૃત જાહેર કરી. પલવિંદરની ગંભીર સ્થિતિ જોતા પરિવાર તેને પીજીઆઈ લઈ ગયા. અર્બન એસ્ટેટ પોલીસે ટાટા-407 ટ્રક જપ્ત કરી લીધી છે. ડ્રાઇવર ફરાર છે.

પ્રત્યક્ષદર્શી જનકરાજે જણાવ્યું કે તે પોતાના પૌત્રને રોજની જેમ સ્કૂલ મૂકવા માટે સવારે 8 વાગ્યે સ્કૂલની બસની રાહ જોઈ રહ્યો હતો. બાળકોને બસમાં બેસાડીને જવા લાગ્યો ત્યારે દુર્ઘટના થઈ. સ્કૂટી કચરા પરથી સ્લિપ થઈ ગઈ તો છોકરી આગળ રસ્તા પર પડી. સામેથી આવી રહેલી ટાટા 407 તેના માથા પરથી પસાર થઈ ગઈ. તેનું ત્યાં જ મોત થઈ ગયું. અમે એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા. એટલામાં એક સ્કૂલ ઓટો રિક્ષા આવી અને તેણે તાત્કાલિક સ્કૂલના બાળકોને ત્યાં જ ઉતારીને બંને યુવતીઓને હોસ્પિટલ પહોંચાડી. આવતી વખતે મારી પાસે ઘરે આવવાના પૈસા નહોતા, તે અજાણ્યા ઓટો વાળાએ જ મને ભાડાના 50 રૂપિયા આપ્યા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.