02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મહિને 60 લાખ રૂપિયાની કમાણી છોડી ફ્રીમાં આપવા લાગ્યા વૈદિક શિક્ષણ

મહિને 60 લાખ રૂપિયાની કમાણી છોડી ફ્રીમાં આપવા લાગ્યા વૈદિક શિક્ષણ   15/08/2018

બેંગ્લોરના અજય ઉષાકાંત સારી એવી લાખોમાં કમાણી કરી રહ્યા હતા, પરંતુ હવે મફત વૈદિક શિક્ષણ આપે છે. ફોર્બ્લ ઈન્ડિયા મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અજય ઉષાકાંતે બદલાયેલી જિંદગી વિશે રસપ્રદ વાતો કહી.
 
 
અજય ઉષાકાંત પ્રમાણે, 80ના દાયકાના અંતમાં તેમણે મુંબઈમાં હીરા વેપારી તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી, પરંતુ પારિવારિક સમસ્યાના કારણે 1994માં હોમ ટાઉનમાં બેબી પ્રોડક્ટની દુકાન ખોલી લીધી. એક કારપેન્ટરી યુનિટ પણ શરૂ કર્યું જે ફાઈવ સ્ટાર હોટલ અને સર્વિસ એપાર્ટમેન્ટ્સમાં બાળકો માટે પારણા જેવું બનાવીને વેચતી હતી. કારોબારથી દર મહિને 60 લાખની કમાણી થઈ રહી હતી. દેશભરમાં 200 સ્ટોર ખોલવાની યોજના પણ બનાવી લીધી હતી. અન્ય ભાગીદારો સાથે મહારાષ્ટ્રના બે શહેરોમાં ધ બેબી સેન્ટર બ્રાન્ડના નામેથી 8 સ્ટોર્સ પણ ખોલ્યા હતા, પરંતુ પછી કંઈક એવું થયું કે, બધું પાછળ છૂટી ગયું.
 
ઉષાકાંત પ્રમાણે, એક દિવસ ડિનર દરમિયાન તેમની 17 વર્ષીય દીકરીએ પૂછી લીધું, 'વધારે મહત્વપૂર્ણ શું છે, પૈસા કે પરિવાર?' વાતને બીજા દિવસ માટે ટાળી શકતો હતો, પરંતુ દીકરીએ ફરી પૂછ્યું તો તેને સમજાવવા માટે તર્ક આપવા લાગ્યો કે, તેની ફીસ ભરવા માટે, તેની અને તેના બાળકોની દેખરેખ કરવા માટે પૈસાની જરૂર પડશે. ઉષાકાંત પ્રમાણે, ત્યારે દીકરીએ એક જવાબ હચમચાવી દીધો અને તે વિચારતા રહી ગયા. તેણે કહ્યું, તેનો અર્થ છે કે, તમને જે પરવરિશ આપી છે તેના પર તમને વિશ્વાસ નથી.
 
ઉષાકાંત પ્રમાણે, આ ઘટના અને કેન્સરથી પિતાના મોતે આત્મસાક્ષાત્કાર કરવાની તક આપી. તે જણાવે છે કે, ખુદને પૂછતો હતો, 'હું આ ધરતી પર કેમ છું? શરીરને શું જીવંત રાખે છે અને હું કોણ છું?' ભગવદ ગીતા જેવા પવિત્ર પુસ્તકો તરફ ધ્યાન વધ્યું. ગુરુઓનો સાથ મળ્યો અને જિંદગી બદલાઈ ગઈ. તે જણાવે છે કે, 2015માં એક યુવાન છોકરો મળ્યો જે નશાની લત સામે લડી રહ્યો હતો, એક વર્ષ સુધી તેને રસ્તો બતાવ્યો અને તે નશામાંથી મુક્ત થઈ ગયો. અહીંથી વિચાર આવ્યો કે, જે જ્ઞાન મેળવ્યું છે તેને વહેંચવું પણ જોઈએ.
 
ઉભરતા ઉદ્યોગસાહસિકોને તેમના કારોબાર સંબંધિત સેવા આપતી અમેરિકન કંપની વીવર્ક સાથે કામ કરી રહેલા ઉષાકાંતના એક મિત્રએ સૂચન આપ્યું કે તે ત્યાં કામ કરે. તે કહે છે કે, જ્યારે પૈસાની જરૂર હતી તો તેનો પીછો કર્યો, હવે જરૂર છે જ નહીં. મફતમાં ત્રાન એટલા માટે વેચે છે કારણ કે તેમને પણ આ મફતમાં મળ્યું છે.

Tags :