કિયાલમાંથી બે સગા ભાઇઓના ખેતરોમાંથી ૩૭૨ નંગ ફુવારાની ચોરી

 
 
 
 
 
 
 
                                               થરાદ પંથકમાં રહેણાંક અને દુકાનો તથા દેવાલયોમાં ચોરીઓ કર્યા બાદ અઠવાડીયાથી ખેડુતોના ખેતરોમાં રહેલા ફુવારા (ચકલા)ની ચોરીઓ કરી જતાં ખેડુતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી છે.થરાદના કિયાલના ગામના બે સગાભાઇ (ખેડુતો) સહિત આજુબાજુના દસ ગામોના ખેતરમાંથી હજારો રૂપીયાની કિંમતના ૨૮૦૦ નંગ જેટલા ફુવારાની ચોરીની ફરીયાદ નોંધાતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
     બનાસકાંઠના સરહદી થરાદ પંથકને જાણે ઘમરોળતા હોય તેમ એક પછી એક વિવિધ પ્રકારની ચોરીઓના બનાવો બની રહ્યા છે.જેમાં વાહન,રહેઠાણ,દુકાન અને દેવમંદીરોમાં તરખરાટ મચાવી રહેલા તસ્કરોએ ખેડુતોને નિશાન બનાવતાં તેમના ખેતરોમાં પથરાયેલા ખેતી માટેના ફુવારા બનાવીને ખેતરો ઉજ્જડ બનાવી રહ્યા છે.તાજેતરમાં થરાદના કમાળી ગામના ખેડુત સેધાભાઇ મલાભાઇ પટેલના ખેતરમાંથી રૂપીયા ૯૦૦૦ની કિંમતના ૧૫૦ ફુવારાની ચોરી થવા પામી હતી.
   ત્યાર બાદ કિયાલ ગામના અર્જુનભાઇ માંગાજી પટેલે પોતાના તથા તેમના ભાઇ માવજીભાઇના ખેતરમાંથી ફુવારા (ચકલા)ની ચોરી થયાની થરાદ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે ગત ૧૦મીની રાતે લાઇટ આવતાં ખેતરમાં બોર ચાલુ કરવા જતાં રાયડા તથા વરીયાળીના પાકને પાણી આપવા જતાં ફુવારાની પાઇપો ઉભેલ હતી.જ્યારે તેના ઉપર આવતાં (ચકલાં) અડધા ખેતરમાંથી ચોરી થવા પામ્યાં હતાં.એકફુવારની કિંમત ૬૦ લેખે ૭૫ની ૪૮૭૫ની ચોરી થવા પામી હતી.આથી આજુબાજુમાં તપાસ કરતાં તેમના ભાઇ માવજીભાઇ માંગાજીના ખેતરમાંથી ૨૯૭ ફુવારા કિંમત રૂપીયા ૧૭૮૨૦,વાલાજી રામજીજી ઠાકોર ના ખેતરમાંથી ૧૪૫ ફુવારા,બાજુના ડેડુવા ગામના રાજાજી સવાજી માળીના ૨૫૮ ફુવારા (ચકલા),ડુવા ગામના ઇશ્વરલાલ મનજીભાઇ ત્રિવેદીના ૨૦૦ ફુવારા (ચકલા),વસનાભાઇ રણછોડભાઇ દલિતના ૧૩૦ ફુવારા (ચકલા),થરા ગામના શાન્તીભાઇ ઓખાજી પટેલના ખેતરમાંથી ૪૦૦ ફુવારા (ચકલા),લવાણા(કળશ) ગામના રગનાથભાઇ ભીખાજી પટેલના ખેતરમાંથી ૧૬૦ ફુવારા (ચકલા),રાહ ગામના ગલાજી હિરાજી પટેલના ખેતરમાંથી ૨૫૦ ફુવારા (ચકલા),ભલાસરા ગામના ગણેશાજી કેશરાજી પટેલના ખેતરમાંથી ૨૫૦ ફુવારા (ચકલા),કમાળી ગામના રામાભાઇ મલાભાઇ પટેલના ખેતરમાંથી ૧૫૦ ફુવારા (ચકલા)ની ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આથી સરહદી પંથકના ખેડુતોમાં ભય સાથે ફફડાટનો માહોલ ફેલાવા પામ્યો છે.આ બનાવની આજુબાજુ તપાસ કર્યા બાદ કોઇ ભાળ નહી મળતાં ખેડુતોની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ  ૦૮ ડીસેંબરની રાતે તાલુકાના ડુવા ગામના ત્રિવેદી ઈશ્વરલાલ ચતુરરામના ૧૮૦ મિની ફુવારાની ચોરી થવા પામી હતી.
 
 
 
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.