બહુચરાજીમાં ઈંટવાડા ઉપર મજૂરોને 4 મહિનાથી ગોંધી રખાયા

  MS બ્રિક્સ ઈંટવાડા ઉપર મજૂરોને 4 મહિનાથી ગોંધી રખાયા હતા. તેમની પાસેથી બળજબરીથી 18 કલાકથી પણ વધુ કામ કરાવતા હોવાનું અને સામે વેતનમાં પણ શોષણ કરાતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મજૂરો પાસે વધારે કામ લેવાય છે, સામે પૂરતું વેતન અપાતું નથી અને મલાઇ દલાલો ખાઇ જતા હોય છે.  બહુચરાજીના એંદલા રોડ પર આવેલા MS બ્રિક્સ ઈંટવાડા પર ઉત્તરપ્રદેશના મજૂરોને બંધક બનાવ્યા હોવાની ફરિયાદ મળતાં જિલ્લા કલેક્ટરના આદેશથી સ્થાનિક મામલતદાર અને પોલીસની ટીમે રેડ કરીને 10 પરિવારના 50 જેટલા પુરુષો, મહિલા અને બાળકોને મુક્ત કરાવ્યા હતા.પરંતુ ગરીબી અને મજબૂરીને કારણે આ શ્રમિકો લાચાર સ્થિતિમાં જોવા મળે છે. તંત્ર દ્વારા આ વિસ્તારની ફેક્ટરીઓ વગેરેમાં રેડ કરવાની માંગ ઉઠી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.