યાત્રાધામ શામળાજીમાં ૭૩ માં સ્વાતંત્ર પર્વ માં આંતકી હુમલાની દહેશત

અરવલ્લી : કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-છ  નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથધરવામાં આવ્યું છે     ૭૩ માં સ્વાતંત્ર પર્વમાં આતંકી હુમલાની દહેશત હોવાથી આઈબીના ઇનપુટ ના આધારે શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ અને શામળાજી મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
 જમ્મુ-કશ્મીરમાં ૩૭૦ કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મોહંમદ એક થયું છે. જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.