હિંમતનગર પોલીસે મહીલા આરોપીને ઝડપી લીધી

સાબરકાંઠા : પોલીસ અધીક્ષક સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે સાબરકાંઠા જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ ન બને તથા બનેલ ગુન્હાનુ ડીટેક્શન કરવા અર્થે સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ. પી. કે.એચ.સુર્યવંશી હિંમતનગર વિભાગ તથા સી.પી.આઇ બી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી.ગોહીલ  તથા પો. સબ.ઇ એચ.એમ. કાપડીયા “ડી” સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.જે અનુસંધાને અમો તથા ડી સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારોથી હકીકત મળેલ કે એક મહીલા બસ સ્ટેન્ડની પાછળ આવેલ ગલીમાં શંકાસ્પદ હાલતમાં ફરે છે અને *હિંમતનગર બી.ડીવી. પો. સ્ટે. ફસ્ટ-ગુ.ર.નં.૫૯/૧૯ ઇ. પી.કો.કલમ-૩૭૯,૧૧૪ મુજબના કામે ફરીયાદમાં જણાવેલ મહીલા જેવી જ હોવાનુ જણાવેલ જેથી મહીલા પોલીસ સાથે સદરી મહીલાનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ રાખીબેન વા/ઓફ પ્રદીપભાઇ  માણીકલાલ વાણે  હાલ રહે. મકાન નંબર-એ/ ૪, શીવમ એપાર્ટમેન્ટ, સૈજપુર ટાવર પાસે,સૈજપુર બોઘા, અમદાવાદ વાળી હોય જેને પોલીસ સ્ટેશને લાવી મહીલા પોલીસ દ્વારા અંગઝડતી કરતાં તેની પાસેની એક કાપડની થેલીમાં મુકેલ લેડીઝ પર્સમાંથી એક મંગળ સુત્ર પેન્ડલ સાથે જેનો વજન ૨૧ ગ્રામ ૫૦૦ મી.લી. કિ.રૂ.૬૫૦૦૦/-ની મળી આવેલ જે બાબતેનો અત્રેના પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ થયેલ જેથી સદરી મહીલાને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આમ ગુન્હામાં ગયેલ અસલ મુદ્દામાલ હસ્તગત કરવામાં સફળતાં મળેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.