02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વ્યાજ ન ચૂકવી શક્યો પતિ તો ઘરમાં ઘૂસીને 2 યુવકોએ પત્નીનો કર્યો ગેંગરેપ, ત્યારબાદ દરિંદાઓએ આને બનાવી લીધું રૂટિન

વ્યાજ ન ચૂકવી શક્યો પતિ તો ઘરમાં ઘૂસીને 2 યુવકોએ પત્નીનો કર્યો ગેંગરેપ, ત્યારબાદ દરિંદાઓએ આને બનાવી લીધું રૂટિન   17/09/2018

શહેરના બાંગડ કોલેજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ શુક્રવારે વ્યાજખોરો તરફથી સતત કરવામાં આવી રહેલા રેપ પછી ઝેરીલો પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. તેને ચિંતાનજક હાલતમાં ઇલાજ માટે જોધપુર રિફર કરવામાં આવી છે. મહિલાના પતિએ ગેરકાયદે રીતે વ્યાજખોરી કરતા બે યુવકો દિલીપ સોની અને ટીકમ સિંધી વિરુદ્ધ ગેંગરેપ કરવાનો, અશ્લીલ વીડિયો બનાવવાનો તથા મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવીને ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. મહિલાની હાલત ગંભીર હોવાને કારણે તે નિવેદન આપવાની સ્થિતિમાં નથી.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે, એક યુવકે રિપોર્ટ નોંધાવ્યો કે ફેબ્રુઆરી 2018માં તે બીમાર થયો હતો. તેને સ્વાઈન ફ્લૂ થઈ ગયો હતો. સારવાર માટે તેણે વ્યાજ પર નાણા ધીરવાનો વ્યવસાય કરતા દિલીપ સોની તથા ટીકમ સિંધી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. ઘણા દિવસો સુધી તેનો ધંધો ઠપ્પ રહેવાને કારણે તે મુદ્દલ સાથે વ્યાજ પણ સમયસર આપી નહોતો શકતો. તેના કારણે બંને યુવકો તેના ઘરના ચક્કર કાપતા રહેતા હતા. એક દિવસ તે ઘરમાં બીમાર હાલતમાં સૂઈ રહ્યો હતો. બંને તેના ઘરે પહોંચ્યા તથા તેની પત્ની સાથે ગેંગરેપ કર્યો. પીડિતાના પતિએ કહ્યું- બધું જોઇને પણ હું મજબૂર હતો. મારી આંખોની સામે તેઓ ઘરમાં ઘૂસતા હતા અને મારી દુનિયા ઉજાડીને ચાલી જતા હતા. હું બેબસ અને લાચાર બનીને બધું જોતો રહ્યો. આરોપીઓ પાસે વીડિયો અને અશ્લીલ ફોટાઓ હતા. તેના કારણે હું ચૂપ હતો. ડર હતો કે આ લોકો ક્યાંક તેને વાયરલ ન કરી દે.
 
પતિનો આરોપ છે કે થોડાક દિવસો પહેલા જ તેની પત્નીએ પોતાની સાથે વ્યાજખોરો દ્વારા થઈ રહેલા ગેંગરેપના કારણે માનસિક પરેશાન હોવાની વાત જણાવી હતી. આરોપીઓની પાસે વીડિયો ક્લિપિંગ તથા અશ્લીલ ફોટાઓ હોવાને કારણે તે પણ ચૂપ રહ્યો. ગુરૂવારે મહિલાએ પોતાના ઘરમાં જ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. તેના બેભાન થવા પર તેને બાંગડ હોસ્પિટલ લાવવામાં આવી. અહીંયાથી ચિંતાજનક હાલતમાં તેને જોધપુર રિફર કરવામાં આવી છે. હાલ તે નિવેદન આપવાની હાલતમાં નથી.
 
પતિએ ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં આરોપ લગાવ્યો કે બંને યુવકોના વારંવાર ઘરે આવવાનો તેની માએ વિરોધ કર્યો હતો. પરંતુ, તેને જીવથી મારી નાખવાની ધમકીઓ આપી. તેની સાથે એકવાર ધક્કા-મુક્કી પણ કરવામાં આવી. રેપના વીડિયો અને ફોટોગ્રાફ્સનો ડર બતાવીને તેઓ સતત ધમકીઓ આપી રહ્યા હતા. પોલીસે રિપોર્ટના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

Tags :