02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પીએમ મોદીની હત્યા કરવાની ધમકી મળી : પોલીસે તપાસ શરૂ કરી

પીએમ મોદીની હત્યા કરવાની ધમકી મળી : પોલીસે તપાસ શરૂ કરી   14/10/2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાનને ખતરો છે. દિલ્હી પોલીસ કમિશ્નરને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે. જેમાં વડાપ્રધાનને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેઇલ બાદ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે એ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મારી નાખવાની ધમકી મળી છે. અગાઉ પણ અનેક વાર તેઓને  આવી ધમકીઓ મળી રહી છે. માઓવાદીઓ દ્વારા રાજીવ ગાંધીની જેમ પીએમને મારી નાખવાની ષડયંત્ર રચવાનો ખુલાસો થયા બાદ તેની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. એટલી સખ્ત કે ખુદ તેના મંત્રી પણ પણ તેની નજીક જઇ શકે નહી.  આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી અથવા દેશના વડાપ્રધાન રહેવા  દરમિયાન તેમને મારવાની એવી ધમકીઓ આપવામાં આવી. ૨૭ ઓકટોબર ૨૦૧૩ના રોજ પટણામાં મોદીની હુંકાર રેલી દરમિયાન ૬ લોકોના મોત અને અનેક લોકોને ઇજા થઇ હતી. મોદીને તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેઓએ પ્રજાને દરેક કિંમત પર શાંતિ બનાવી રાખવા માટે કહ્યું હતું. ગાંધી મેદાનમાં ૯ બોમ્બ લગાવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેલ આવ્યો છે.
 સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈ-મેલ દિલ્હી  પોલીસ કમિશ્નરને મળ્યો છે. ઈ-મેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ઘટનાના પરીણામે પોલીસ અને સુરક્ષા એજંસીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મેલ ઉત્તર ભારતમાંથી કોઈ જગ્યાએથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.ધમકીભર્યા આ ઈ-મેલમાં ૨૦૧૯નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પીએમ મોદીની હત્યા કયા મહિનામાં અને કયા દિવસે કરવામાં આવશે તેની પન સ્પષ્ટ વિગતો જણાવવામાં આવી છે. 
પોલીસનું કહેવું છે કે, આ ઈ-મેલ અસમના કોઈ જીલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. મેલ મળ્યા બાદ પોલીસે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ હિંસાની તપાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવાનો ખુલાસો થયો હતો. તપાસમાં ડાબેરી જુથોના કેટલાક પત્રો હાથ લાગ્યા હતાં. જેમાં પીએમ મોદીની ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવા હત્યાકાંડને અંજામ આપવાનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ કેટલીક નામચીન હસ્તીઓની ધરપકડ કરવામાં આવી હતી

Tags :