હું તો જાણું છું ને!

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 
 
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. 
પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના એક ન‹સગ હોમનાં વેઈટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટિ પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ- બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેશ હાથમાં લીધો. દાદાના અંગૂઠા પરનો ઘા જાયો, બધી વિગત જાઈ. એ પછી એ નર્સે અંદર જઈ ડાક્ટરને જાણ કરી. ડાક્ટરે દાદાના ટાંકા કાઢી નાંખવાની નર્સને સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સુવડાવ્યા. પછી પૂછ્યું, ‘દાદા! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઈ બીજા ડાક્ટરને બતાવવા માટે જવાનું છે?’
‘ના, બહેન! પરંતુ ફલાણા ન‹સગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લા પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જાડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લા પાંચ વરસથી એ ન‹સગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.’
‘પાંચ વરસથી? શું થયું એને?’ નર્સે પૂછ્યું. 
‘એને સ્મૃતિભ્રંશ – અલ્ઝાઈમર્સનો રોગ થયેલો છે.’ દાદાએ જવાબ આપ્યો. 
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઈ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી, ‘દાદા! તમે મોડા પડશો તો તમારાં પત્ની ચિંતા કરશે કે તમને ખિજાશે ખરા?’
દાદા બે ક્ષણ નર્સ સામે જાઈ રહ્યા. પછી બોલ્યા. ‘ના! જરા પણ નહીં. એ ચિંતા પણ નહીં કરે અને ખિજાશે પણ નહીં. કારણ કે છેલ્લા પાંચ વરસથી એની યાદશÂક્ત સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી!’
નર્સને અત્યંત નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું. ‘દાદા! જે વ્યÂક્ત તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત ન‹સગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી  કે તમે કોણ છો?’
દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી કહ્યું, ‘બેટા! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’
દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઈ અને નર્સની આંખોમાં આંસુ! 
સાચો પ્રેમ એટલે… સામી વ્યÂક્તનો જેમ  છે તેમ સંપૂર્ણ સ્વીકાર, એના સમગ્ર અÂસ્તત્વનો સ્વીકાર,  જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર!
– ડા.આઈ.કે.વીજળીવાળા

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.