ધાનેરામાં વીજળીના મુદ્દે નાનુડાના ખેડૂતોનો હંગામો ઃ વીજ સબ સ્ટેશનનો ઘેરાવો કરાયો

ધાનેરા : ધાનેરા તાલુકાના નાનુડા ગામે વીજળીના મુદ્દે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો અને નાનુડા સબ સ્ટેશનો ઘેરાવો કર્યો હતો અને ચીમકી ઉચચારી હતી કે કે આવનારા સમયમાં અમારા પ્રશ્નના નિરાકરણ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરશું. ધાનેરા તાલુકાના નાનુડા ગામે શુરભી નામના ફીડરમાં પૂરતો વીજ પાવર ન મળતા વારંવાર શોર્ટશર્કિટ થાય છે અને વીજ વાયરો તૂટી જવા પામે છે ચાલુ મોટરે વીજ વાયર તૂટતાં ખેડૂતો ને પણ મોટું નુકશાન વેઠવાનો આવે છે આ બાબતે નાનુડા ગામના લોકોએ રજૂઆત કરવા છતાં કોઇજુ નિરાકરણ ન આવતા આજે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને નાનુડા ગામ ના સબ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો નાનુડા ગામના ખેડૂતોએ મીડિયા સાથેની વાત ચિટમાં જણાવ્યું હતું કે પહેલા શુરભી નામના ફીડરમાં લોઢ ન હતો અને હવે આ ફીડરમાંથી રામુના અને લવારા ગામે પણ વીજ પુરવઠો આપવામાં આવે છે એટલે આ લાઈનમાં લોઢ વધી ગયો છે અને વારંવાર શોર્ટ શાર્કીટ સર્જાય છે વીજ વાયરો તૂટી જાય છે જયારે પણ  વીજ વાયરો તૂટી જાય ત્યારે વીજ કર્મચારીઓ ફોન પણ નથી ઉપાડતા અને આમજ વીજ પુરવઠો ચાલુ રહે છે અને અમને પૂરતો વીજ પુરવઠો ન મળતા અમારા ઉભા પાક બળી રહ્યા છે અને અમારા પરિવાર સહીત પશુઓ પણ પાણી માટે વલખા મારે છે નાનુડા ગામથી ખેડૂતો રજૂઆત કરવા માટે ધાનેરા આવ્યા હતા પરંતુ ધાનેરા વિધુત બોર્ડ માં રજા હોવાથી તેમને પરત ફરવું પડ્‌યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી એકે મારા પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો આવનારા સમય માં અમે ભારે આંદોલન કરશું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.