02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / શાકભાજીના ખેડૂતો કેમ થયા દેવાદાર ? ભાવ ગગડી જતાં બનાસકાંઠાના ખેડૂતો રોડ પર ફેંકવા મજબૂર

શાકભાજીના ખેડૂતો કેમ થયા દેવાદાર ? ભાવ ગગડી જતાં બનાસકાંઠાના ખેડૂતો રોડ પર ફેંકવા મજબૂર   27/09/2018

શાકભાજીના ભાવ ગગડી જતાં બનાસકાંઠાના ખેડૂતો શાકભાજી રોડ પર ફેંકવા મજબૂર
 બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ થતા ખેડૂતો ચિંતિત છે અને ઘણા વિસ્તારોમાં પાણીના અભાવે ઉભા પાકો બળી રહ્યા છે.આવી સ્થિતિમાં આ વર્ષે શાકભાજીના ભાવ ગગડી જતાં આર્થિક રીતે મસમોટું નુકશાન થઈ રહ્યું હોઇ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા ખેડૂતો શાકભાજી રસ્તા પર ફેકવા અથવા તો ઢોરોને ખવડાવી દેવા મજબુર બન્યા છે.છેલ્લા કેટલાક સમયથી ખેતપેદાશોના  પોષણક્ષમ ભાવો ન મળતાં હોઈ ખેડુતો શાકભાજીનાં વાવેતર તરફ વળ્યા છે.જોકે આ વર્ષે શાકભાજીના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે અને શાકભાજીમાં નહિવત વળતર મળતું હોઇ બનાસકાંઠાના ખેડુતો શાકભાજીના પાકો રસ્તા પર ફેંકવા કે પશુઓને ખવડાવવા મજબુર બન્યા છે.
શાકભાજીના ખેડૂતો કેમ થયા દેવાદાર...?
 બનાસકાંઠામાં બટાટા, મગફળી અને બાજરીની ખેતીમા નુકશાન થયા બાદ આ વર્ષે શાકભાજીની ખેતીમાં પણ નુકશાન થતા ખેડૂતો દેવાદાર બન્યા છે.હાલ શાકભાજી  બે થી આઠ રૂપિયે કિલોના ભાવે વેચાય છે.કોબીજ, ફૂલાવર, લીલી ડુંગળી, ધાણા, ગવાર અને દુધીના ભાવ ગગડી ગયા છે.જોકે છુટક બજારમાં ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.છૂટક બજારમાં આજે પણ શાકભાજી વીસ રૂપિયે કિલોના ભાવે વેચાય છે તેમજ લારી અને છુટક દુકાનોમાં પણ શાકભાજીના ભાવ આશમાનને આંબી રહ્યા છે.પરંતુ બનાસકાંઠામાં પાંચ હજાર હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને જ પોષણક્ષમ ભાવ મળતા નથી જેથી ખેડૂતો ના છૂટકે શાકભાજી ગૌશાળાઓમાં  નાખી રહ્યાં છે.વેપારીઓ પણ કમિશન ન મળતાં નુકશાન વેઠી રહ્યાં છે.

Tags :