પ્રૌઢ મહિલાએ મીડિયા સામે કયા દિગ્ગજ નેતાને ગાળો ભાંડી આક્રોશ ઠાલવ્યો

 હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 મો દીવસ છે,ત્યારે રાજય અને રાષ્ટ્ર લેવલેથી તેને જબરદસ્ત સમર્થન મળી રહ્યુ છે,હાર્દિકના સમર્થનમાં ગઇ કાલે રાજ્યમાં અનેક શહેરોમાં સજ્જડ બંધ પાળ્યો અને વિદ્યાર્થીઓ ખુલ્લે આમ સમર્થનમાં આવ્યા હતાં. ત્યારે હાર્દિકના સમર્થનમાં આવેલ મહિલાઓ એ મીડિયા સામે સરકાર પ્રત્યે ઉગ્ર આક્રોશ ઠાલવેલ,જે પૈકી ઍક પ્રૌઢ મહિલા એ મીડિયા સામે આક્રોશ ઠાલવતા Dy.CM  નીતિન પટેલ ને ગાળો ભાંડી હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે. 
 
મળતી માહીતી મુજબ હાલમાં નીતિન પટેલ જાપાન પ્રવાસે છે,તો બીજી બાજુ હાર્દીક્નું ઉપવાસ આંદોલન વેગ  પકડતુ જાય છે,તો બીજી બાજુ હાર્દિક ની તબિયત વધું ને વધું બગડતી જાય છે,ત્યારે છેલ્લાં કેટલાંક દિવસો થી ઠેર ઠેર મહિલાઓ પણ હાર્દિક ના સમર્થનમાં ઉતરી  છે,ત્યારે હાર્દિક ના સમર્થનમાં આવેલ કેટલીક મહિલાઓ નું ગુજરાતની ખ્યાતનામ ટીવી ચેનલના ઍક પત્રકાર દ્રારા દ્રારા ઈન્ટરવ્યુ ચાલતું હતુ ,ત્યારે ઍક પ્રૌઢ મહિલા ઈન્ટરવ્યુમાં PM  મોદી અને નીતિન પટેલ પ્રત્યે જોરદાર આક્રોશ ઠાલવતા નીતિન પટેલને રીતસર ગાળો ભાંડે છે.
 
વાયરલ વીડિયોમાં હાર્દિક ના સમર્થનમાં આવેલી મહિલા મીડિયા સામે આક્રોશ ઠાલવતા અપશબ્દો બોલે છે,જે મીડિયાની મર્યાદા મા અહિ ઉલ્લેખ કરી શકાય તેમ જ નથી તેમજ એ વિડીયો પણ પ્રસ્તુત કરી શકાય ઍમ નથી.વિડીયો માં મહિલા મીડિયા સામે જણાવે છે , " આ મોદી ને અમે  ચૂંટી ને મોકલ્યા છે, આ નીતિન પટેલ..( અપશબ્દ)..છે,પટેલ નો દિકરો છે,તો પણ... (અપશબ્દ).... કશુ ના કર્યું." બીજા વિડીયોમા આ પ્રૌઢ મહિલા કહે છે," ખભે ખભો મિલાવી અમે હાર્દિક ને અમે સમર્થન આપીશુ.એને ખેડુત ના છોકરાઓ માટે લડત ઉપાડી છે,આજે 12 દિવસથી હાર્દિક ભૂખ્યો છે,તોયે સરકાર કાંઇ વિચારતી નથી,પણ નીતિન પટેલ અમારો પટેલનો દિકરો છે,એનામાં પટેલનું લોહી છે,તોયે કશુ વિચાર્યા વગર અત્યારે પરદેશ જતા રહયા છે."
 
જો કે આ વાયરલ વિડીયો ની તપાસ કરવા અમે આ મહિલાઓનું ઈન્ટરવ્યુ લેનાર ટીવી રિપોર્ટર ને પુછ્યું તો મહિલા દ્રારા આવા શબ્દો બોલાયા હતાં તેની તેમણે પુષ્ટિ કરી હતી.જો કે મીડિયા ઈન્ટરવ્યુ દરમ્યાન અન્ય કોઇએ આ વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જાણવા મળે છે,પણ આ વિડીયો મા મહિલાઓ નો સરકાર અને નીતિન પટેલ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.