ધાનેરામાં મગફળી ખરીદી મામલે ફરી ખેડૂતો રસ્તા પર આવ્યા છે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે આજે ધાનેરા ડીસા હાઈવે ફરી બીજી વાર ખેડૂતોએ બંધ કર્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે નોંધણી પ્રમાણે મગફળી ખરીદવાની જગ્યાએ વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અઠવાડિયા થી ખેડૂતો ધક્કા ખાય છે પરંતુ તેમની મગફળી ખરીદવામાં આવતી નથી.આજે આક્રમક બનેલા ખેડૂતો એ ફરી રસ્તા રોકી સરકાર સામે સૂત્રો ઉચ્ચાર કરી ખરીદી મા થતા ગોલમાલ ને લઇ ને સરકારી કર્મચારીઓ ને આડે હાથ લીધા હતા.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે. જયારે જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે. જેઓ પોતાની મગફળી ટેકાના ભાવે ક્યારે ખરીદવામાં આવશે તેની રાહ જોઈ બેઠા છે. બનાસકાંઠા જીલ્લાના ધાનેરા ખાતે પણ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમા થયેલ છે. જેથી ટેકાના ભાવે મગફળી નોંધણી માટે પણ પાંચ હજાર જેટલા ખેડૂતો એ નોંધણી કરાવી ટોકન નંબર મેળવ્યો હતો.શરૂઆત ના દિવસો મા નિયત કર્મ પ્રમાણે મગફળી ખરીદ કરાતી હતી જો કે છેલ્લા 15 દિવસ દરમિયાન ખરીદી મા ગોલમાલ કરી કર્મ પ્રમાણે ખરીદ ના કરતા વહેલા તે પહેલાં ના ધોરણે ખરીદી કરતા મામલો બગડ્યો છે.અને આજે એક સાથે 2 હાજર થી પણ વધારે ખેડૂતો પોતાન ટ્રેક્ટર લઇ આવતા આખા માર્ગ પર સતત 5 કિમિ સુધી લાઈનો લાગી હતી.
જયારે આ તરફ સરકારી ગોડાઉનમા દોડ લાખ જેટલી મગફળી ની બોરી નો ભરાવો થતા જગ્યા.ના અભાવે મગફળી ની ખરીદી બંધ રખાઈ હતી જેને લઈ આજે ખેડૂતોએ ધાનેરા થી ડીસા હાઇવે બ્લોક કર્યો હતો. સરકાર વિરોધી સુત્રોચાર કરી પોતાની મગફળી ટેકાના ભાવે નિયત કર્મ પ્રમાણે ખરીદવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓની મગફળી ખરીદવામાં આવી રહી છે. મગફળી ખરીદીમાં આવતા ખેડૂતો અઠવાડિયા સુધી ધક્કા ખાય છે તેમ છતાં તેમની મગફળી ખરીદવામાં આવતી નથી. જેને લઈ આજે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળી ખરીદીમાં થતી ગેરરીતિ અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા ના પગલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરાવવા માટે આતુર તો છે પરંતુ તેમની મગફળી ખરીદવામાં આવતી નથી. ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત દિવાળી બાદ કરવામાં આવી હતી પરંતુ યોગ્ય વ્યવસ્થાતંત્રના અભાવે જિલ્લામાં અને ખાસ ધાનેરામાં અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી સરકારમાં વેચાણ કરી શક્યા નથી.