ગુગલ મેપના ઉપયોગથી ગુજરાતના 5 જીલ્લામાં ચોરી કરનાર સાતીર ચોરો બેનકાબ

વાત છે ગુજરાતના એવા સાતીર ઘરફોડ ચોરોની જે ચોરીને અંજામ આપતા પહેલા ગુગલ મેપ પર જગ્યાની રેકી કરતા અને ચોરીને અંજામ આપ્યા બાદ ક્યાં રસ્તેથી સરળતાથી ભાગી જવાય તે જાણી લેતા હતા. પણ કહેવાય છે ને સમય ખરાબ ચાલતો હોય ત્યારે ચાલાકી કામ લાગતી નથી. અને બધા પાસા ઉંધા પડે છે. આવું જ કઈ આ સાતીર ચોરો સાથે થયું છે.
 
આ ચોરો સુરત જીલ્લામાં ચોરીને અંજામ આપવા બાઈક પર નીકળા હતા. પણ સુરત ગ્રામ્ય એલ.સી.બીના હથ્થે ચઢી ગયા અને બસ પછી શું પોપટની જેમ ચોરીના 17 ગુનાની કબુલાત કરી લીધી છે.
 
આખા ગુજરાતમાં આ ચોર ટોળકી બાઈક અને કારમાં ચોરીને અંજામ આપવા નીકળી પડે છે. અને ચોરી કર્યા બાદ ક્યાં રસ્તે જવું એ પણ કોઈના ભરોસે નહી પણ મોબાઈલમાં ગુગલ મેપના આધારે રસ્તો શોધી ફરાર થઇ જાય છે. આ ટોળકીએ ગુજરાતના સુરત ગ્રામ્ય, વડોદરા, ભાવનગર, સેલવાસ, અમદાવાદ જેવા જીલ્લામાં ચોરીને અંજામ આપી ચુક્યા છે. સુરતના બારડોલીમાં ઓપો મોબાઈલ શોપની દુકાનમાંથી અઢી લાખના મોબાઈલની ચોરી કરી હતી, અને પોતે પકડાય નહી એ માટે સી.સી.ટીવીનું ડી.વી.આર પણ લઇ ગયા હતા.
 
આ ચોર ટોળકી રાજ્યમાં બેકોના એ.ટી.એમ ચોરી, ઘરફોડ ચોરીના અનેક ગુના આચરી ચુક્યા છે. અને સુરત જીલ્લામાં કડોદરા વિસ્તારમાં વધુ એક ચોરીને અંજામ આપવા ફરી રહ્યા હતા. પરંતુ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસને બાતમી મળતા પોલીસે કડોદરા વિસ્તારમાંથી બાઈક સાથે બેને ઝડપી પાડ્યા હતા.
 
તેમની પાસેથી મોબાઈલ, વિવિધ એસેસરી મળી કુલ 1 લાખ 8 હજારનો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરતા પોલીસ પણ ચોકી ગઈ હતી. કેમકે તેમણે એક નહિ પણ રાજ્યમાં અલગ અલગ જીલ્લામાં 17 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ ટોળકીની મોડસ ઓપરન્ડી એ હતી કે દુકાનના શટલ તોડવામાં માસ્ટરી છે.
 
અને ચોરી કરતા પહેલા ગુગલ એપનો ઉપયોગ કરતા અને ચોરી વાળી જગ્યાએ જો સી.સી.ટીવી લાગ્યા હોય તો તેનું ડી.વી.આર પણ ચોરી નદીમાં નાખી દેતા હતા. આ ગેંગમાં 5 સભ્યો છે. જેમાંથી બેને પકડી પાડ્યા છે અને ૩ ને વોન્ટેડ જાહેર કરી તેમણે પકડવાની કામગીરી ચાલી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.