બનાસકાંઠાના એક ગામમાં જ્યાં સ્વયં ગંગાજી પ્રગટ થયા હતા

ભાભર તાલુકા ઉજ્જનવાડા ગામે ૮૦૦ વર્ષ જુનું અતિ પ્રાચીન તીર્થ ગંગેશ્વર ધામ અને તેની બાજુમાં ગંગાકુંડ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે કારતક માસમાં સરહદી વિસ્તારમાં તેમજ વઢીયાર પંથકમાંથી લોકો માતૃ અને પિતૃના શ્રાધ્ધની વિધિ કરાવવા ગંગાકુડે આવે છે. આ ગંગાકુંડમાં સ્વયં ગંગાજી પ્રગટ થયેલ હોવાથી આ જગ્યા સિધ્ધપુર બાદ છોટાકાશી તરીકે પ્રખ્યાત હોવાથી અહીંયા આવે છે. ગંગા કુંડની બાજુમાં તળાવ આવેલ હોવાથી તેની નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નર્મદાનું પાણી પણ ભરવામાં આવે છે. એટલે નર્મદા મૈયા અને ગંગા મૈયાનું પાણી અસ્થી તેરવવા માટે અતિ પવિત્ર ગણાય છે. માતૃ અને પિતૃ શ્રાધ્ધની વિધિ કરવા ઉપરાંત અનેક પ્રકારના દોષોનું નિવારણ કરાવવા માટે લોકો મોટી સંખ્યામાં યજ્ઞ શાળામાં આવે છે ગંગાજી પ્રગટ થયેલ હોવાનું મનાય છે. જેના કારણે શ્રાવણ અને કારતક માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. એવી પણ એક માન્યતા છે. કે માતૃ કે પિતૃ શ્રાધ્ધ માટે અસ્થીને ગંગા કુંડમાં નાખતા જ ઓગળી જવાનો ચમત્કાર છે, જેના કારણે સરહદી વિસ્તાર ઉપરાંત દુર-દુરથી લોકો શ્રાધ્ધ માટે આવે છે. આ પ્રાચીન તીર્થના ધામે પ.પૂ. શ્યામ સ્વરૂપ ગુરૂ હરિસ્વરૂપજી બાપુ ગાદી પતિ તરીકે સ્થાન શોભાવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.