02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પદ્મશ્રી એવોર્ડ માટે ૨૧૦૦૦થી વધુ રેકોર્ડ બ્રેક અરજી: નવો નિયમ: કોઇપણ વ્યકિત અરજી કરી શકે છે

પદ્મશ્રી એવોર્ડ માટે ૨૧૦૦૦થી વધુ રેકોર્ડ બ્રેક અરજી: નવો નિયમ: કોઇપણ વ્યકિત અરજી કરી શકે છે   29/08/2018

 

  નવી દિલ્હી :  પદ્મશ્રી  સન્માનમાં અનસંગ હીરોને વધુ સ્થાન મળ્યા પછી અંતરિયાળ વિસ્તારોમાંથી તેના માટે ઘણી અરજીઓ આવવા લાગી છે. આ વખતે પણ મોટી સંખ્યામાં  લોકોએ અજાણ્યા ચહેરાઓને પ્રતિષ્ઠિત પદ્મશ્રી સન્માન માટે નામાંકિત કર્યા છે, જે ચૂપચાપ રીતે સમાજમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં  ૨૧ હજારથી વધુ અરજીઓ સરકાર સમક્ષ આવી ગઈ છે, જે એક રેકોર્ડ છે. આવતા વર્ષના પદ્મશ્રી સન્માન માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫મી સપ્ટેમ્બર  છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર સત્તામાં આવ્યા પછી એ સુવિધા આપવામાં આવી છે કે પદ્મશ્રી સન્માન માટે કોઈપણ વ્યકિત કોઈના પણ નામની ભલામણ કરી શકે છે. સૂત્રો મુજબ, ગૃહ મંત્રાલયને આ વખતે આ કેટેગરીમાં અત્યાર સુધીમાં ૨૧,૨૨૮ અરજી આવી છે. કોઈપણ વ્યકિત કોઈના યોગદાન વિશે વધુમાં વધુ  ૮૦૦ શબ્દોમાં તેના યોગદાનને જણાવતા પદ્મશ્રી સન્માન માટે નામાંકિત કરી શકે છે. સમાજના અજાણ્યા ચહેરાને પદ્મ સન્માન આપવાની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરી હતી. ગત દિવસોમાં પીએમ મોદીએ અત્યાર સુધીની પરંપરાની ટીકા કરતા કહ્યું હતું કે, પહેલા આ સન્માન મંત્રીઓ અને નેતાઓની ભલામણના  આધાર પર અપાતા હતા. તો, મોદી સરકાર ગત વર્ષે પદ્મશ્રી સન્માનમાં નવી પહેલ કરતા કેટલાક અજાણ્યા નામોને સામે લાવી અને તેમના ગુમનામ યોગદાનને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનથી નવાજયા હતા. તે પછી આગળ વધતા નોમિનેશન પ્રક્રિયામાં પણ ફેરફાર કરાયો. 

 

 

 

 

 

 

Tags :