ડીસા થરાદ હાઈવે પર ઈકો ગાડીમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાક થઇ ગઈ હતી .આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. મુખ્ય સ્ટેટ હાઈવે પર ઈકો ગાડીમાં આગ લાગતા ટ્રાફિક જામ થઇ ગયું હતું. ઈકો ગાડીમાં અચાનક આગ લાગતા ફાયર અને પોલીસ વિભાગને જાણ કરાઈ હતી. આ આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.