આસેડામાં એસઓજીનો દરોડો : ૭.૬૮ લાખના ગાંજા સાથે ખેડૂતની ધરપકડ

આસેડા : ડીસા તાલુકા આસેડા ગામના બાજરીના ખેતરમાં ગેરકાયદેસર  ગાંજાની ખેતી કરી હોવાની અંગત બાતમીના આધારે એસઓજી ઓચિંતી તપાસ હાથ ધરી હતી દરમિયાન બાજરી ના ખેતર માંથી ૧૦૭૮ ગાંજાના છોડ વાવેલા મળી આવ્યા હતા એસઓજી પોલીસે ૭ લાખ ૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ખેતર માલિકની અટકાયત કરી લીધી હતી... બનાસકાંઠા જિલ્લામા ગેરકાયદે ગાંજાની ખેતી થતી હોવાની વ્યાપક બૂમરાડ ઉઠવા પામી છે.ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામના પારજીજી વાલાજી ઠાકોરના બાજરીના ખેતરમાં ગાંજાની ખેતી થતી હોવાની અંગત બાતમી મળતા બુધવારે એસઓજીની ટીમે ઓચિંતી રેડ કરી હતી આ દરમિયાન એસ.ઓ.જી પોલીસને ઘટના સ્થળેથી ૧૦૭૮ ગાંજાના છોડ મળી આવ્યા હતા.એસ.ઓ.જી સ્ટાફે ઘટના સ્થળેથી ૧૨૮ કિલો વજનનો તથા ૭,૬૮,૭૦૦નો મુદામાલ કબ્જે લઈ ખેતર માલિક પારજીજી વાલાજી ઠાકોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.