ઝઝામ બી.એસ.એફ.ચોકી ઉપર ગ્રામજનોની પ્રતિયોગિતાઓ યોજાઈ

 
 
 
                                                   સાંતલપુર તાલુકાના ઝઝામ ખાતે બી.એસ.એફ. ચોકી ઉપર ૩૭ મી વાહિની સીમા સુરક્ષા દળ દ્વારા સીમાને અડીને આવેલા ગામોના ગ્રામજનો માટે વોલીબોલ, કબડ્ડી અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝઝામ, કિલાણા, ધોકાવાડા, વૌવા, બરારા, દુદોસણ સહિતના સરહદી ગામોના યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાલીબાલમાં ઝઝામ અને બરારાની ટીમો ફાઇનલમાં ટકરાઈ હતી,જેમાં બરારાનો વિજય થયો હતો. કબડ્ડીમાં ધોકાવાડા અને વૌવા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં વૌવાની ટીમ વિજયી બની હતી જયારે રસ્સાખેંચમાં ધોકાવાડા અને ઝઝામ વચ્ચે રમાયેલી ફાઇનલમાં ધોકાવાડા વિજયી બન્યું હતું. વિજેતા ટીમોને શિલ્ડ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે બી. એસ. એફ. ના એ.કે. સિંઘ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અણદુભા જાડેજા, ઝઝામના સરપંચ ભગવાનસિંહ જાડેજા, બી.એસ. એફ.ના કંપની કમાન્ડન્ટ, જવાનો અને શાળાઓના આચાર્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.