02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની દિવાળી : જાણો ક્યાં ક્યારે યોજાશે ચૂંટણી?

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની દિવાળી : જાણો ક્યાં ક્યારે યોજાશે ચૂંટણી?   06/10/2018

દિલ્હી ખાતે આજે ચૂંટણી કમિશન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન મતદાન યોજાશે. આ સિવાય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને તંલેગાણામાં એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે. 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોની મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં પહેલાં તબક્કાનું મતદાન 12 નવેમ્બરે થશે. તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે, જ્યારે સ્ક્રૂટની 24 ઓક્ટોબર થશે. આ તબક્કામાં 18 વિધાનસભા સીટ માટે મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે મતદાન થશે. અહીં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. મિઝોરમમાં પણ આ જ દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. અહીં પણ એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. તેલંગાણામાં પણ વિધાનસભા ભંગ થઈ હોવાથી અહીં પણ 7 ડિસેમ્બરે જ ચૂંટણી આયોજિત કરવામાં આવી છે.
 
ચૂંટણી કમિશન દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીફ ઈલેક્શન કમિશનર ઓપી રાવતે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા 15 ડિસેમ્બર પહેલાં પૂરી કરી દેવાની છે. તેથી 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોમાં મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં આધુનિક ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. તે સાથે જ મતદાનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

Tags :