વડગામના ચાંગા ગામની સીમમાં ચાર શકુની ઝડપાયા : પાંચ ફરાર

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના ચાંગા ગામની સીમમાંથી રવિવાર રાત્રે ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પાંચ ઈસમોને છાપી પોલીસે ઝડપી પાડ્‌યા હતા. જ્યારે પોલીસને ચકમો આપી પાંચ જુગારીયાઓ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ છાપી પોલીસ રાત્રી પેટ્રોલીગ કરી રહી હતી તે દરમિયાન મળેલ ખાનગી બાતમી મુજબ વડગામ તાલુકાના ચાંગા ગામની સીમમાં ખેતરના ઢાળીયામાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો તીનપત્તિનો હારજીતનો જુગાર રમે છે. જેથી છાપી પીએસઆઈ એલ.પી.રાણા તેમજ પ્રવિણસિંહ, વિરેન્દ્રસિંહ અને નેતીરામે સ્ટાફ સાથે ચાંગા ગામે જુગાર રમતા સ્થળ ઉપર કોર્ડન કરી છાપો મારી જુગટુ રમતા ગોવિંદ મઘાભાઈ સોલંકી રહે. પાલનપુર, વિરાજી રામસુંગજી ઠાકોર રહે. ટાકરવાડા તા.પાલનપુર, ગોવિંદ અમરતભાઈ પટેલ રહે. લક્ષ્મીપુરા પાલનપુર અને હરેશ લચ્છુંમલ રંગવાણી રહે. ડીસાને ઝડપી પાડ્‌યા હતા.પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડ રૂપિયા ૪૨૩૮૦ સાત મોબાઈલ અને એક જયુપીટર સ્કૂટર મળી કુલ રૂપિયા ૧,૦૦,૮૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે પોલીસ રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ વિનોદ કુંવરજી ઠાકોર રહે. ગઠામણ, પરબતજી પરથીજી ઠાકોર રહે. હોડા તા. પાલનપુર, લાલાભાઈ પંચાલ રહે. કણોદર, લાલો માળી રહે.પાલનપુર તેમજ જવાનજી ઠાકોર ભાવીસણા તા. પાલનપુર ની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.