દિયોદરઃ છેડતી કેસમાં ૨ ઇસમોને ૩ વર્ષની સજા, ૫ હજારનો દંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર સેશન્સ કોર્ટે ૨૦૧૭ના છેડતીના કેસમાં બે ઇસમોને ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ૨૦૧૭માં ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરાના પરિવારજનોએ બે ઇસમો વિરૂધ્ધ છેડતીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે કેસ ગઇકાલે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો છે.
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરા સાથે બે ઇસમોએ ૨૦૧૭માં છેડતી કરી હતી. જે બાબતે સગીરાના પરિવારજનોએ ૭/૧/૨૦૧૭ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, શાળાએ ભણવા જતી વેળાએ ગામના તળાવની પાળ નજીક ભરત અને બકાભાઇએ મોબાઇલમાં ફોટા પાડી છેડતી કરી હતી. આ સાથે આંખના ઇશારે બદઇરાદાથી ઇજ્જત લેવા પાછળ-પાછળ આવ્યા હતા. ભાભર પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો છે
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી વકીલ વી.ડી.ઠાકોરની ધારદાર દલીલોને અંતે તમામ પુરાવાઓ આરોપીઓનો ગુનો સાબિત કરતા હોઇ જજે ચુકાદો સંભાળાવ્યો હતો. એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં ભરત મશાભાઇ દલિત અને બકાભાઈ મફાભાઈ વાદી બંને આરોપીઓને ઇપીકો કલમ ૩૫૪ ઝ્રડ્ઢના ગુન્હામાં ત્રણ વર્ષની સજા અને પોસ્કો એકટની કલમ-૮ના ગુન્હામાં બન્ને આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.