રાધનપુર નગરપાલિકાના જનસંપર્ક વિભાગમાં બે મહિનામાં સો ફરિયાદો આવી

 
 
 
                        રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની સત્તાધીશ બોડી દવારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સૂચનાથી લોકોની ફરિયાદ  સાંભળવા માટે ગત તા.૨૬ સપ્ટેમ્બરથી જનસંપર્ક વિભાગ શરુ કરાયો હતો, જેમાં ટેલિફોન ઉપર લોકોની ફરિયાદો સંભળાવાનું શરુ કરાયું હતું, આ જનસંપર્ક વિભાગમાં બે મહિનામાં પીવાના પાણી અને ગંદકીની ફરિયાદો સહીત સો  જેટલી ફરિયાદો લોકો તરફથી મળી હતી,જેમાંથી એંસી જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસની બોડી બન્યા બાદ શહેરમાં ગંદકી,પીવાનું પાણી,રોડ-રસ્તા,ગટરો સહિતની ફરિયાદોનું પ્રમાણ વધી જવા પામ્યું હતું.અને લોકોની ફરિયાદોનું નિરાકરણ આવતું ના હોવાની રાવ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સુધી પહોંચતા લોકોની ફરિયાદોનું નિરાકરણ ઝડપથી આવે તે માટે જનસંપર્ક વિભાગ શરુ કરવાની સૂચના ધારાસભ્ય દવારા આપવામાં આવી હતી. જે શરુ થતા લોકોને ફરિયાદો કરવાનો માર્ગ મળી ગયો હતો, શરૂ-શરૂમાં ઘણી ફરિયાદો આવતી હતી,પરંતુ જેમ-જેમ ફરિયાદો આવતી ગઈ તેમ-તેમ તેનું નિરાકરણ આવતા હવે ફરિયાદોનું પ્રમાણ ઓછું થઇ જવા પામ્યું છે. જનસંપર્ક વિભાગના પૂજા ઠક્કરના જણાવ્યા મુજબ બે મહિનામાં સો જેટલી ફરિયાદો આવી હતી, જેમાંથી એંસી જેટલી ફરિયાદોનું નિરાકાર આવી ગયું છે. જે ફરિયાદ આવે તેને પાલિકાના જે તે વિભાગમાં મોકલી આપવામાં આવે છે, જેના ઉપર તુરંત એક્શન લેવાય છે. ખાસ કરીને સફાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે ફરિયાદો આવે છે. જે તે વિભાગને મોકલ્યા બાદ ત્રણ-ચાર દિવસમાં તેનો નિકાલ ના આવે તો તેની પૂછપરછ કરાય છે. જો કામ ના થાય તો ચીફઓફીસર દવારા નોટિસ પણ ફટકારવામાં આવે છે.
પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ જનસંપર્ક વિભાગ શરુ કરવાથી લોકોને પોતાની ફરિયાદો રજુ કરવામાં સરળતા રહે છે.જે ફરિયાદો આવે તેના ઉપર પૂરતું ધ્યાન  આપવામાં આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.