ઢીમામાં ધોળા દિવસે મહિલાના હાથમાંથી સોનાની બંગડીઓ લઈ ગઠિયા ફરાર

ઢીમા : વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામે ધોળા દિવસે ઘરની અગાસીમાં બેઠેલ મહિલાને તમારે વાસણ ધોવા હોય તો અમે વાસણ ધોવાનું પ્રવાહી લઈને આવ્યા છીએ તેમ કહી બાઈક ઉપર આવેલા ત્રણ જેટલા ગઠિયા હાથમાં પહેરલ સોનાની બંગડીઓ કાઢી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ઢીમા ગામે જૈન દેરાસર પાસે રહેતા એક શિક્ષકની માતાના ધરે ગુરુવારે સવારના અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ બાઈક સવાર ગઠિયા ઘરે આવી વાસણ ધોવાનું કહી મહિલાના મોઢા ઉપર કોઈક પ્રકારનું પ્રવાહી નાખી હાથમાં પહેરલ સોનાની બંગડીઓ કાઢી લઈ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. જોકે તરત પાંચ મિનિટમાં મહિલા ભાનમાં આવતા તેના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ન દેખાતા તરત તેના પુત્રને જાણ કરતા તેના પુત્રે વાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ રસ્તા પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.