પાટણ ખાતે વાહન અકસ્માત સારવાર સહાય યોજનાનો વર્કશોપ યોજાયો

જિલ્લા પંચાયત સ્વર્ણિમ ભવન, પાટણ ખાતે વાહન અક્સ્માત સારવાર સહાય યોજનાનો વર્કશોપ જનરલ હોસ્પિટલ સિધ્ધ્પુરના સૌજન્ય દ્વારા કરવામા આવ્યા હતો. સિવીલ સર્જન સિધ્ધપુર દ્વારા આ યોજનાની માહિતી આપવામા આવી હતી.આ યોજના અંતર્ગત ગુજરાતની હદમાં થયેલ કોઈ પણ વ્યક્તિને વાહન અકસ્માત થાય અને એ વ્યક્તિને સારવાર અર્થે સરકારી,ખાનગી કે ટ્‌ર્સ્ટની હોસ્પિટલમાં દાખલ કરવારમાં આવે તો પ્રથમ ૪૮ કલાકમાં પચાસ હજાર સુધીની મર્યાદામાં કેશલેશ (વિનામૂલ્યે) સારવાર મળશે. સરકારશ્રીની યોજાનાનો લાભ લેવા સિવિલ સર્જનશ્રીએ દરેક ડોકટરને નમ્ર અપીલ કરી જેથી વાહન અકસ્માતને લીધે થતા મ્રુત્યુ  દર તેમજ બિમારી દરને ઘટાડી શકાય.
આ વર્કશોપમાં ખાનગી તબીબો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. તેઓની મુજવણો માટે એમના સુચનો લેવામાં આવ્યા હતા. 
જેમાં જનરલ હોસ્પિટલ સિધ્ધપુરના સિવિલ સર્જન ડો. તૃપ્તિબેન દેસાઈ,જિલ્લા પંચાયત પાટણના જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો. જીવરાની, આઈ.એમ.એ-પાટણના સેક્રેટરી ડો. હિનેશ મોદી,ધારપુર મેડિકલ કોલેજના ગાયનેક એચ.ઓ.ડી-તેમજ 
જનરલ હોસ્પિટલ સિધ્ધ્પુરના આર.એમ.ઓ ડો. રાજેન્દ્ર પટેલ તેમજ પાટણ જિલ્લાના તમામ પ્રાઇવેટ સર્જન, ઓર્થોપેડિક, ગાયનેકોલોજિસ્ટ,
ઓપ્થેલ્મિક સર્જંન, સી.એચ.ના તામામ સુપ્રીટેન્ડેન્ટ આરોગ્ય વિભાગના તમામ ટી. એચ. આ ેતેમજ આરોગ્ય અને મેડિકલ વિભગનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.