બનાસકાંઠાના ટોલનાકાઓ પર પણ ફાસ્ટેગનો કડક અમલ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ, પાલનપુર : સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી રાજ્યમાં ફાસ્ટેગનું કડક અમલીકરણ કરવામાં આવ્યું છે. જોકે વાહનોમાં ફાસ્ટેગની સુવિધા લગાવવા માટે સરકાર દ્વારા વાહન ચાલકોને એક મહિનાની મુદત આપવામાં આવી હતી. જે બાદ ફાસ્ટેગનું કડક અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ફાસ્ટેગના ધરાવનાર વાહન ચાલકોને ડબલ ફી ચૂકવવાની ફરજ પડી રહી છે. ટોલબુથ પર વાહન ચાલકો પાસેથી ઓલનલાઈ ટેક્ષ વસૂલવા માટે સરકાર દ્વારા ફસ્ટેગ યોજના અમલી બનાવી છે. જેમાં વાહનોમાં ફસ્ટેગની સુવિધા વસાવવા માટે એક માસની મુદત અપાઈ હતી. જે અવધી ૧૫ જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ જતા નેશનલ હાઇવે ઓથોરિટીના તમામ ટોલબૂથ પર ફરજિયાત ફાસ્ટેગનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં પાલનપુરના ખેમણા ટોલબુથ પર ફાસ્ટેગની ત્રણ ગેટ અને જનરલ માટે એક ગેટ શરૂ કરાયો છે. જેમાં ફાસ્ટેગ ન લેનાર વાહન ચાલકો પાસેથી ડબલ ફી વસુલ કરવામાં આવે છે અને ત્રણ ગેટ પર પસાર થતા ફાસ્ટેગ વાહનોના ચાલકો પાસેથી ઓનલાઈન ફી વસૂલવામાં આવી રહી છે. જેને લઈ ટોલ બૂથ ઉપર વાહનોની કતાર જોવા મળી છે. જોકે મોટા વાહનોમાં મોટા ભાગે ફાસ્ટેગની સુવિધા લગાવી દેવાઈ છે જ્યારે લોકલ વાહનોને ફાસ્ટેગમાં થોડી રાહત અપાઈ છે. જેમાં લોકલ વાહનો માટે મહિને રૂ.૨૬૫ ની ફી નક્કી કરવામાં આવી છે જેને લઈ લોકલ વાહનોને થોડી રાહત મળી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.