૪૭ ડીગ્રીની કાળઝાળ ગરમીમાં વાવ પંથકના રણ વિસ્તારમાં વસતા વન્યજીવોનું અસ્તિત્વ જોખમમાં

આંતરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતો  વાવ અને સૂઈગામ પંથકના રણ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અભયારણનો અર્થ વન્યજીવોને નિર્ભય રીતે રણ વિસ્તારમાં હરી ફરી શકે, વન્યજીવોના અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાજય સરકાર વાન વિભાગને જી.એફ.ડી.સી. યોજના અંતર્ગત વાવને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. આ યોજના અંતર્ગત વન્ય જીવોને પીવા માટે પાણી અને હવાડા, છાંયા માટે વૃક્ષના રોપાઓનું વાવેતર કરવાનું હોય છે. જેથી આ અભયારણમાં વસતા ધુડખર, નીલ ગાય, હરણ, સસલાં, તીતર, શિયાળ, મોર જેવા વન્યજીવો મુકત મને જીવી શકે, જા કે એપ્રિલના અંતમાં આ રણવિસ્તારનું તાપમાન ૪૭ થી ૪૯ ડીગ્રી સરેરાશ રહે છે લૂ અને ગરમીનો પ્રકોપ જારી રહે છે તેથી ખુલ્લી જગ્યામાં ફરતા વન્યજીવો તરફડીને મોતને ભેટી જાય છે જા કે આ વિસ્તારમાં વન્યજીવોના રક્ષણ માટે વૃક્ષોના રોપાઓના વાવેતર માટે વપરાયેલી ગ્રાન્ટનું મોટા ભાગે બાળ મરણ થયુ છે. કારણ કે આ પંથકના અભ્યારણમાં કોઈ જગ્યાએ છાંયો જાવા મળતો નથી. કે વન્યજીવો માટે પુરતી પાણીની વ્યવસ્થા નથી. ૪૭ થી ૪૮ ડીગ્રી તાપમાનમાં પાણી એટલી હદે ગરમ થઈ જાય છે કે પાણી પીતાની સાથે વન્યજીવો તરફડીને મોતને ભેટે છે. વી.આઈ.પી.ઓફિસ અને એ.સી. ગાડીમાં ફરતા વનવિભાગના ઉચ્ચઅધિકારીઓ એપ્રિલના અંતમાં માત્ર ૧ કલાક વાવ-સુઈગામ પંથકના અભ્યારણનું જાત નિરીક્ષણ કરશે તો વાસ્તવીકતા બહાર આવશે. હાલની પરિસ્થિતી જાતા એપ્રિલના અંતમાં વાવ સુઈગામ પંથકના વિસ્તારમાં વસતા વન્યજીવોનું અસ્તિત્વ જાખમાઈ રહ્યુ છે ત્યારે આ બાબતની રાજય સરકાર ગંભીર નોંધ લઈ વનવિભાગની વન્યજીવો માટે વપરાતી ગ્રાન્ટ સાચા અર્થમાં વપરાવે તેમજ વન્યજીવો માટે પાણી - છાયા અને રોપાઓનું ઠેર ઠેર વાવેતર કરવામાં આવે અને તેના ઉપર મોનેટરીંગ થાય તેજ જનહીતમાં છે આજદીન સુધી આ વિસ્તારની મોટા ભાગની ૯૦ ટકા ગ્રાન્ટો કાગળ ઉપર હડપ થઈ ગઈ છે. વિશેષમાં કેટલાય નરાધમ તત્વો આ વિસ્તારના વન્યજીવો જેવા કે સસલાં, હરણ, નીલ ગાય જેવા અબોલ જીવોનો શિકાર કરી મીજબાની મનાવે છે. જે અંગનો વિસ્તૃત અહેવાલ ફોટા સાથે આ સમાચાર પત્રે પ્રસિધ્ધ કર્યા હતા. થોડા સમય બાદ ફરી પાછી આવી પ્રવૃત્તિ બેરોકટોક ધમધમી રહી છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વનવિભાગના ઉચ્ચઅધિકારીઓ એસી ઓફીસમાં આરામ ફરમાવી ઠંડા પીણા અને ઠંડા પાણીની બોટલો ગટગટાવી રહ્યા છે અને ઉનાળાની કાળઝાળ ૪૭ ડીગ્રી ગરમીમાં આ વિસ્તારના અભ્યારણના વન્યજીવો પાણી અને છાયાના અભાવે તરફડીને મોતને ભેટી રહ્યા છે. તે માટે જવાબદાર કોણ આ બાબતની રાજયસરકાર ગંભીર નોંધ લે તેજ વન્ય જીવોના હીતમાં છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.