02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / જીજાની કોમેન્ટથી અકળાયેલા સાળાએ બહેનને કરી વિધવા, શરીરના ટુકડા થયા ત્યાં સુધી માર્યા તલવારના ઘા

જીજાની કોમેન્ટથી અકળાયેલા સાળાએ બહેનને કરી વિધવા, શરીરના ટુકડા થયા ત્યાં સુધી માર્યા તલવારના ઘા   09/09/2018

જલંધર જિલ્લાના ગામ બેગમપુરામાં 6 વર્ષ પહેલાં લવ મેરેજ કરનાર યુવકની તેના ત્રણ સાળાઓએ ભેગા થઈને તલવારના ઘા મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ગુરુવાર રાતની છે. જેની હત્યા થઈ તે જગદીપ સિંહનો હત્યારો બીજું કોઈ નહીં પરંતુ તેના સગા સાળા અને તેની પત્નીના ભાઈઓ જ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓનો જગદીપ સાથે એક અઠવાડિયા પહેલાં જ ઝઘડો થયો હતો અને જગદીપે તેમને કહ્યું હતું કે, તમે મારું શું બગાડી લેવાના છો. હવે તો મારે બે બાળકો પણ છે.
 
એસપી બલવિંદર સિંહ રંધાવા, ડીએસપી ગુરવિંદર સિંહે જણાવ્યું કે, ગુરુવારે રાતે જગદીપ સિંહની કપાયેલી લાશ મળી હતી. જ્યારે જિલ્લા અધિકારીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, જગદીપે તેની ગામની છોકરી કુલવંત સાથે 6 વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા. છોકરીના પરિવારજનોના વિરોધના કારણે લગ્નના ચાર વર્ષ સુધી તેઓ ગામની બહાર જ રહ્યા હતા.
 
2 વર્ષથી જગદીપ અને તેની પત્ની બંને બેગમપુરામાં રહેવા લાગ્યા હતા. જગદીપ અને તેના સાસરીનું ઘર ખૂબ નજીક નજીક હતું. મૃતક જ્યારે પણ તેના સાસરીના ઘરેથી પસાર થતો ત્યારે તેના સાળાઓ પર કોઈને કોઈ કોમેન્ટ કરતો જતો.
આ વાત સુરવિંદરના ભાઈને ખૂબ ખરાબ લાગતી અને તેઓ જયદીપ સાથે બદલો લેવાનો મોકો શોધતા.
ગુરુવારે સાંજે હરદીપે સુખદર્શન અને જસવીર સાથે મળીને જગદીપ સિંહની કરિયાણાની દુકાન બંધ કરીને તેમાં તેના તલવારથી ટૂકડે ટૂકડાં કરી દીધાં હતાં. પોલીસે તે ત્રણેયની ધરપકડ કરી લીધી છે. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી હરદીપ સિંહ, સુખદર્શન સિંહ, જસવીર સિંહે પહેલાં જગદીપના પગ તોડવાનું નક્કી કર્યું હતું.
 
હુમલા પહેલાં ત્રણેયે તેમના મનોબળ નક્કી કરવા દારૂ પીને તલવાર હાથમાં લઈને જગદીપ પર હુમલો કર્યો હતો. પહેલાં હુમલામાં જ તેમણે જગદીપનું ગળું કાપી નાખ્યું હતું.
ત્યારપછી આરોપીએ કહ્યું કે, હવે આને સરખો જ મારી દઈએ જેથી તે બચી ન શકે, ત્યારપછી ત્રણેયે તેના માથા, હાથ અને અન્ય ભાગમાં કુલ 15વખત હુમલો કર્યો હતો.
 
ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે નક્કી કર્યું હતું કે, જે પહેલાં પકડાશે તે બીજા બંનેના નામ આપી દેશે. પોલીસે જ્યારે સૌથી પહેલાં સુદર્શનની ધરપકડ કરી તો તેણે તરત બંને આરોપીઓના નામ આપી દીધાં હતા.
આરોપી હરદીપ સિંહ 10માં ધોરણમાં અને જસવીર સિંહ 11માં ધોરણમાં ભણતો હતો. ત્રીજા આરોપી સુખદર્શન પર પહેલાં જ લડાઈ-ઝઘડા અને એક મોટરસાઈકલ ચોરીનો આરોપ લાગેલો છે.

Tags :