02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બહેનપણીએ 10 દિવસ સુધી યુવતીને બંદ બનાવીને રાખી, ભાનમાં આવે તો ફરી કરી દેતી બેભાન, કરવા માંગતી હતી સોદો

બહેનપણીએ 10 દિવસ સુધી યુવતીને બંદ બનાવીને રાખી, ભાનમાં આવે તો ફરી કરી દેતી બેભાન, કરવા માંગતી હતી સોદો   18/08/2018

એક જ ઓફિસમાં કામ કરતી યુવતીએ કોલ્ડડ્રિંકમાં નશાની દવા ભેળવીને બહેનપણીને આપી ને તેને બેભાન કરી દીધી. ત્યારબાદ 10 દિવસ સુધી રૂમમાં બંધ રાખી. કોઇ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું અને રેપ કરાવ્યો. આ આરોપ બહેનપણીની ચુંગાલમાંથી છૂટીને આવેલી યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં લગાવ્યા છે. પોલીસે 5 લોકો વિરુદ્ધ મામલો નોંધ્યો છે. પોલીસ સ્ટેશનની સિવિલ લાઇનના એએસઆઇ મેવાસિંહે જણાવ્યું કે, 5 લોકો વિરુદ્ધ મામલો નોંધી લેવામાં આવ્યો છે. ટુંક સમયમાં આરોપીઓની ધરપકડ કરીને આખા મામલાનો ખુલાસો કરવામાં આવશે.
 
 પીડિતાએ જણાવ્યું કે ત્રણ મહિના પહેલા તે પટિયાલાના એક નાનકડા છાપાંમાં રિપોર્ટર તરીકે કામ કરવા આવી હતી. ત્યાં તેની મુલાકાત અમન વર્મા નામની યુવતી સાથે થઇ. તે 12મુ પાસ છે અને કોમ્પ્યુટર ટાઇપિંગનો કોર્સ કર્યો છે.
 
4 ઓગસ્ટના રોજ અમન, જે ઓફિસમાં રિસેપ્શન ડ્યૂટી પર હતી, તેણે ફોન કરીને તેને કહ્યું- આજે કોઇના લગ્નમાં જવાનું છે એટલે લગ્નના કપડા લઇને આવજે.
મેં તેને કહ્યું કે હું રાતે બહાર નહીં રહી શકું. મને સાંજે ઘરે જવાનું હોય છે, એટલે હું નહીં આવી શકું. તે પછી અમને મને ગુરુદ્વારા પાસે મળવાનું કહ્યું.
અમન વર્મા તેને પ્રતાપનગર, ગલી નંબર 8માં બનેલી ઓફિસમાં મીટિંગ માટે લઇ ગઇ અને ત્યાં કોલ્ડડ્રિંકમાં કશું ભેળવીને તેને પીવડાવી દીધું. ત્યારબાદ જ્યારે તેને ભાન આવ્યું તો જોયું કે તેને એક ઘરમાં બંધ કરવામાં આવી છે. 
તેને 10 દિવસ સુધી બંદી બનાવીને રાખવામાં આવી અને તેનો રેપ કરવામાં આવ્યો. અમન કોઇ જમીનદાર સાથે તેના લગ્નનો સોદો કરી રહી હતી. 
પીડિતાએ જણાવ્યું કે, અમનની સાથે કર્મજીત કૌર નામની મહિલા પણ હતી જેને તે માસી કહેતી હતી. તે ઉપરાંત ત્યાં બીજા 3 લોકો હતા. બહેનપણીએ મારી જીંદગી બરબાદ કરવામાં કોઇ કસર નહોતી છોડી. મને ક્યાંયની ન છોડી. મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો. ભગવાન કોઇને પણ આવી બહેનપણી ન આપે.

Tags :