ખીમત ગામના વર્ણીયાપરા શાળામાં પાણી ન આવતા સરપંચ સહીત ગ્રામજનોએ તપાસ આદરી

 
 
 
                               ધાનેરા તાલુકાની ખીમત ગ્રામ પંચાયતે પાણીની ચોરી સામે લાલ આંખ કરતાં પાણીની ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખીમત ગામના વર્ણીયા પરા વિસ્તારની શાળામાં પાણીના આવતું હોવાની ફરિયાદના પગલે ગ્રામજનો તેમજ ખીમત ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીએ તપાસ આદરી સરકારી પાઇપલાઇનમાંથી પાણીની ચોરી કરી ખેતરોમાં પિયત કરતા ઈસમોને રંગે હાથે ઝડપી લીધા હતા. આજે ધાનેરા તાલુકાની ખીમત ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીએ ખીમત ગામના વર્ણીયાપરા વિસ્તારની પ્રાથમિક શાળામા પીવાનું પાણીના મળતાં પાણી ચોરોની તપાસ હાથ ધરી હતી. ધાનેરા તાલુકાના ખીમત ગામના વરનીય પ્રા. વિસ્તારમાં કેટલાક ઈસમો સરકારી પાઇપ લાઇનમાંથી પાણીની ચોરી કરતા રંગે હાથે ઝડપાઇગયા હતા.
ખીમત ગામના વર્ણીયાપરા વિસ્તારમાં આશરે ૩૦ ઘરની વસ્તી છે. આ વિસ્તારની પ્રાથમિક શાળામાં પણ ૩૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.