મેઘરજની સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવવા આવેલા ચાર ઈસમોની ધરપકડ

 
 
 
મોડાસા
ગત તા.ર૩/૧૦/૧૮ ના રોજ આ.પો.કો શૈલેષભાઈ લાલજીભાઈ મેઘરજ બાયપાસ રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા મેઘરાજ અયોધ્યાપુરી સોસાયટીમાં જતાં ત્યાં ત્રણથી ચાર ઈસમો એક બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયત્ન કરતા હતાં. તે જાઈ શૈલેષભાઈ પાછળ પડતા તાળુ તોડવા આવેલા ઈસમો ભાગવા લાગેલા તેમાના એક ઈસમને શૈલેષભાઈએ પકડી પાડેલ પરંતુ તે ઈસમે ઝપાઝપી કરી તેની પાસે કટારી કાઢી શૈલેષભાઈ પર હુમલો કરી તેઓને ધક્કો મારી ભાગી ગયેલો જે બાબતે શૈલેષભાઈ એ ફરિયાદ આપતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફ.ગુ.ર.નં.૮૪/ર૦૧૮ ઈપીકો કલમ ૪પ૭, ૩૮૦, પ૧૧, ૩૩ર, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરાવેલ.
જે અંગે પોલીસ અધિક્ષક મોડાસાએ ગુનો શોધી કાઢવા સૂચના કરેલ અને તેઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. પી.આર.જાડેજા (મોડાસા રૂરલ) એ તપાસ કરતાં સદર આરોપી મોડાસા બંધન પાર્ટી પ્લોટમાં ચાલતા કડીયા કામ કરતા મજુરો પૈકીનો હોવાનું જાણવા મળતાં શૈલેષભાઈને સાથે લઈ જઈ ઓળખ કરાવતાં જે ઈસમને તેઓએ પકડેલ તે ઈસમને તેઓએ ઓળખતા તથા તેની સાથેના બીજા ઈસમોની પુછપરછ કરી આરોપી સુકીયાભાઈ દેવચંદ પરમાર (રહે.વડબારા, જી.દાહોદ) તથા ગોવિંદભાઈ ટીટુભાઈ આમલીપાટ (રહે.ઉછવાનીયા તા.જિ.દાહોદ) તથા ભાનુ ભાઈ મોહનસિંગ નીમાનાઆ (રહે.મહેદીગડા, તા.આંતર રોલીયા એમ.પી.) તથા રાકેશભાઈ ટીટુભાઈ આમલી યાર જિ.દાહોદ)ને તા.ર૪/ ૧૦/૧૮ ના રોજ અટકમાં લઈ ગણતરીના કલાકોમાં ગુન્હો ડીટેક્ટ કરેલ. અને આરોપીઓને કોર્ટમાં રજુ કરી તા.ર૭/૧૦/૧૮ સુધીના રિમાન્ડ મેળવી આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસ અંગે તપાસ જારી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.