02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે બહુચર માતાને લાડુનો ગોખ ધરાવાયો

હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે બહુચર માતાને લાડુનો ગોખ ધરાવાયો   05/09/2018

 હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે બહુચર માતાને લાડુનો ગોખ ધરાવાયો 
ચાણસ્મા
પાટીદાર સમાજને અનામત અને ખેડુતોના દેવા માફીની માગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર છેલ્લા ૧૦ દિવસથી બેઠેલા હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે બેચર- બહુચરાજી ગામના પાટીદાર ભાઈઓ અને બહેનો દ્વારા ગત મંગળવારે તીર્થધામ બહુચરાજીમાં જગત જનની મા બહુચરને પ૦૧ લાડુનો ગોખ ધરાવીને આનંદના ગરબાની મહાધૂન કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જાડાયા હતા. 
બેચર- બહુચરાજી ગામના તમામ પાટીદારો પરિવારોએ ગતરોજ સવારે ૭ વાગે મા બહુચરના મંદિરે પધારી હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે તેમજ તેને લાંબુ આયુષ્ય આપે તે માટે મા બહુચરને પ૦૧ લાડુનો ગોખ ધરાવાયો હતો. તેમજ મા બહુચરને પ્રાર્થના કરી હતી. પાટીદાર સમાજની અનામતની માગણી તેમજ ખેડુતોના દેવામાફીની માગણી જે સરકાર સમક્ષ હાર્દિકે કરી છે તે પરિપૂર્ણ થાય તે માટે માતાજીને અરજ કરી હતી. સાથે આ બહુચરના મંદિર પરિસરમાં મા બહુચરના પવિત્ર આનંદના ગરબાનું ગાન કરી આશીર્વાદની માગણી કરી હતી. મા બહુચરના ગોખમાં ધરાવાયેલા લાડુ રામરોટીમાં તેમજ ગરીબ પરિવારોમાં વહેંચી આશીર્વાદ માટે યાચના કરવામાં આવી હતી.
 

Tags :