ભાભર માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતાં શ્રમિકનુ પાણીની ટાકીમાં પડી જવાથી કરૂણ મોત

ભાભરના એક યુવાનનું પાણીની ટાંકીમાં ડુબી જવાથી મોત થતાં ચકચાર મચી છે. ભાભર રેલવે સ્ટેશન પાસે રહેતા કિશાનભાઈ કલુભાઈ રાજપુત નામના ૩૫ વર્ષિય યુવક ગતરોજ બપોરે ભાભર માર્કેટયાર્ડમાં આવેલ પે એન્ડ યુઝની પાસે આવેલી ભુગર્ભ પાણીની ટાંકીમાં નહાવા પડેલા હતા. અને અવારનવાર તેઓ આ ટાંકીમાં નહાવા પડેતા હતા. ટાંકીની બહાર ઘણા સમયથી કપડાં પડેલા  જોઈને આજુબાજુથી પસાર થતા લોકોને શંકા જતા ટાંકી પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. ટાંકીના ઉંડાણમાં કિશાન ડુબી ગયો હતો. તેને બહાર કાઢવામાં આવ્યા હતો. પરંતુ ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ ઈસમ ભાભર માર્કેટ યાર્ડમાં અનાજ બોરીઓ ઉપાડવાની મજુરી કરતો હતો. તેના મોતથી મજુર વર્ગમાં અરેરાટી મચી ગઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.