ડીસાના રાજમંદિર સર્કલ પાસે બાઈક સવારના ગળામાં દોરી આવતા અકસ્માત સર્જાયો, ઈજાઓ થતા ૫૦ સ્ટીચીસ આવ્યા હતા

ડીસાના હાઇવે વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ભગાભાઈ જોશી નામનો ૨૪ વર્ષીય યુવક પોતાની દુકાનેથી ઘરે મોટરસાયકલ પર  જઈ રહ્યો હતો ત્યારે રાજમંદિર સર્કલ પાસે અચાનક જ પતંગની દોરી ગળાના ભાગે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે   લોકોના ટોળેટોળા  ઉમટી પડ્યા હતા અને પરિવારજનોને જાણ થતા પરિવારનો લોકો આ યુવકને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જયારે ઘટનામાં આ યુવકનાં ગળાના ભાગમાં દોરી વાગતા લોહી ઘણું વહી ગયું હતું અને પરિવારજન અને તબીબનાં જણાવ્યા મુજબ આ યુવકને ગાળાનાં ભાગે  જ્યાં ઈજાઓ થઇ હતી તેને ૫૦ જેટલા સ્ટીચીસ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ લોહી બંધ થયું હતું. હોસ્પિટલનાં કર્મચારીએ જણાવ્યું હતું કે આ દોરી જો થોડી  વધુ ઊંડી ઉતરી હોત તો પરિણામ કંઇક ગંભીર આવત. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.