ડીસામાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ ગરમી ઃ પારો ૪૩.૪ ડિગ્રી

ડીસા પંથકમાં એપ્રિલ માસના અંતમાં ગરમીએ માજા મુકતા સમગ્ર માસ દરમિયાન સૌથી વધુ ગરમીનો પારો શનિવારના રોજ નોંધાતા ૪૩.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પહોચી  જતા સમગ્ર જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. ઉનાળાના મધ્યભાગમાં કાળઝાળ ગરમથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. બપોરેના સમયે લોકોને જ્યાં મળે ત્યાં ઠંડક લેવાના પ્રયત્ન કરતા નજરે પડયાં હતા. શનિવારના રોજ એપ્રિલ માસની સૌથી વધુ ગરમીનો પારો નોંધાતા સમગ્ર પંથક હિટવેવની ચપેટમાં જોવા મળી રહયો છે. હવામાન વિભાગ દ્વારા પણ હજુ આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો વધે  તેવી શક્યતાઓ દર્શાવી છે. ગરમીને લઇ લોકોમાં ચક્કર માથાનો દુખાવો ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનની તકલીફોમાં વધારો થયો છે. જેને લઇ લોકો ભારે મુશ્કેલીઓમાં સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ લગ્નની પૂર બહાર ખીલી સિઝનને લઇ લોકોને ભારે અગવડતા પડી રહી છે. ડીસા સહિત જિલ્લાભરમાં દિન-પ્રતિદિન ગરમીનો પારો વધતાં જતા જિલ્લાવાસીઓ આકરીગરમીથી તોબા પોકારી ઉઠ્‌યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા જ્યુસ શરબત જેવા પ્રવાહીઓનો ભરપૂર ઉપયોગ કરતા જોવા મળ્યા છે. ત્યારે દિનપ્રતિદિન ગરમીને લઇ લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ અગાઉ એપ્રિલ માસની બીજી તારીખે ૪૩.૩ ડીગ્રીનો પારો નોંધાયો હતો. ત્યારબાદ આજે ૪૩.૪ ડિગ્રી નોંધાતા એપ્રિલ માસમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.