બનાસકાંઠાની ખુશી જૈન સી.એસ.ફાઉન્ડેશન કોર્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમે

ગત રોજ કંપની સેક્રેટરીઝ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થતાં ઓલ ઇન્ડિયા ટોપ ૨૫માં અમદાવાદના ૧૦વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે તેમા પણ મુળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના પાલડી ગામને અડીને આવેલા રાંટીલા ગામની વતની અને અમદાવાદ ખાતે રહેતી ખુશી દેવેન્દ્રભાઈ સંઘવી(જૈન)એ ૩૫૮ માર્ક અને ૮૯.૫૦% સાથે ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવતાં સમગ્ર બનાસકાંઠા વાસીઓ તેમજ સમગ્ર જૈન સમાજ ખુશી અનુભવી રહ્યા છે.
 
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા આજે કંપની સ્ક્રેટરીઝના ફાઉન્ડેશન કોર્સનું પરિણામ જાહેર કર્યું. જેમાં સમગ્ર ભારતમાં અમદાવાદની ખુશી સંઘવી પ્રથમ ક્રમાંક લાવી છે કંપની સ્ક્રેટરીઝના ફાઉન્ડેશન કોર્સમાં અમદાવાદ ચેપટરનું પરિણામ ૬૩.૯% આવ્યું છે. જૂન મહિનામાં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ૨૩૩ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જે ગતવર્ષ કરતા અંદાજે દોઢ ટકા વધારે આવ્યું છે. અને તેમાં પણ ટોપના ૨૫ રેન્કર્સમાં ૧૦ અમદાવાદી વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે. ઇન્સ્ટિયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ અમદાવાદ ચેપટર ખાતે આજે ટોપર્સનું સમ્માન કરવામાં આવ્યું.
 
અમદાવાદ ચેપટરના ચેરમેન મેહુલ રાજપૂતે પરિણામ જાહેર કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. જયારે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ખુશી સંઘવીએ જણાવ્યું કે તે અનહદ ખુશ છે, અને આખરે કપરી મહેનતનું પરિણામ છે, જીવનમાં કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.